VIDEO હરિયાણા: મેં કોઈ પણ શરત વગર ભાજપને સમર્થન આપ્યું છે: ગોપાલ કાંડા

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપને કોઈ પણ શરત વગર સમર્થન આપનારા હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડએ કહ્યું તેમણે કોઈ પણ શરત વગર ભાજપને સમર્થન આપ્યું છે. કાંડાએ કહ્યું કે તેમનો પરિવાર આરએસએસ સાથે જોડાયેલો છે. 
VIDEO હરિયાણા: મેં કોઈ પણ શરત વગર ભાજપને સમર્થન આપ્યું છે: ગોપાલ કાંડા

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપને કોઈ પણ શરત વગર સમર્થન આપનારા હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડએ કહ્યું તેમણે કોઈ પણ શરત વગર ભાજપને સમર્થન આપ્યું છે. કાંડાએ કહ્યું કે તેમનો પરિવાર આરએસએસ સાથે જોડાયેલો છે. 

ગોપાલ કાંડાએ કહ્યું કે અમે અમારુ સ્ટેન્ડ ગુરુવારે જ સ્પષ્ટ કરી દીધુ હતું. અમે ઈચ્છીએ છીએ કે જે રીતે મોદીજીના નેતૃત્વમાં આખો દેશ વિકાસ તરફ અગ્રેસર છે તેવી જ રીતે હરિયાણા પર આગળ વધે. અમે 5-6 અપક્ષ ધારાસભ્યોએ ભાજપના ટોચના નેતાઓ સાથે વાત કરી અને કોઈ પણ શરત વગર તેમને સમર્થન આપ્યું. 

કાંડાએ દાવો કર્યો કે ભાજપને સમર્થન આપવા માટે તેમના પર કોઈ દબાણ નથી. કાંડાએ કહ્યું કે મારા પિતાજી 1926થી આરએસએસ સાથે જોડાયેલા હતાં. તેમણે પહેલી સામાન્ય ચૂંટણી જનસંઘની ટિકિટ ઉપર જ લડી હતી. અમે હંમેશાથી આ પરિવારનો ભાગ હતાં. તેમનો આખો પરિવાર આરએસએસ સાથે છે. અત્રે જણાવવાનું કે ગોપાલ કાંડા હરિયાણાના સિરસાથી ચૂંટણી જીત્યા છે. તેઓ હરિયાણા લોકહિત પાર્ટીમાંથી મેદાનમાં હતાં અને અપક્ષ ઉમેદવાર ગોકુલ સેતિયાને 602 મતોથી હરાવ્યાં હતાં. 

— ANI (@ANI) October 25, 2019

હુડ્ડા સરકારમાં મંત્રી રહેલા કાંડાએ કોંગ્રેસને 2009માં સમર્થન આપવાની વાત ઉપર કહ્યું કે ત્યારે ભજાપને ચાર જ બેઠકો મળી હતી અને આઈએનએલડીની 31 બેઠકો હતી આથી અમે તે સમયે નક્કી કર્યું હતું કે પ્રદેશમાં ઓમ પ્રકાશ ચૌટાલાની સરકાર બનવા દેવી નથી આથી અમે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. અત્રે જણાવવાનું કે વર્ષ 2009માં અપક્ષ ઉમેદવાર તરીકે જીતીને તેઓ વિધાયક બન્યાં હતાં અને તે સમયે હરિયાણાની હુડ્ડા સરકારમાં તેમને મંત્રીપદ મળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news