Good News: શેરડીના ખેડૂતોને મોદી સરકારે આપ્યા મોટા ખુશખબર, MSP માં થયો વધારો, જાણો વિગતો
MSP Rate: મોદી સરકારે શેરડીના ખેડૂતોને આજે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવ (MSP) માં વધારાની જાહેરાત કરી છે.CACP અગાઉ સરકારને આ અંગે ભલામણ કરી ચૂક્યું છે. હવે કેબિનેટની બેઠક બાદ સરકારે તેના પર મહોર લગાવી દીધી છે.
Trending Photos
Farmers News: મોદી સરકારે શેરડીના ખેડૂતોને આજે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવ (MSP) માં વધારાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય કેબિનેટમાં શેરડી પર MSP 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવ્યું છે. CACP અગાઉ સરકારને આ અંગે ભલામણ કરી ચૂક્યું છે. હવે કેબિનેટની બેઠક બાદ સરકારે તેના પર મહોર લગાવી દીધી છે.
સરકાર દ્વારા વધારવામાં આવેલા MSP નવા શેરડી સત્રથી લાગૂ થશે. આ સત્રની શરૂઆત એક ઓક્ટોબર 2023થી થશે જે 30 સપ્ટેમ્બર 2024 સુધી રહેશે. વર્ષ 2021માં શેરડીના MSP માં 5 રૂપિયાનો વધારો કરીને 290 રૂપિયા કરવામાં આવ્યો હતો. વર્ષ 2022માં તેમાં 15 રૂપિયાનો વધારો કરીને 305 રૂપિયા કરાયો હતો. હવે 10 રૂપિયા વધારવામાં ાવતા નવા સત્રમાં શેરડીની MSP 315 રૂપિયા થઈ જશે.
અત્રે જણાવવાનું કે વર્ષ 2013 અને 2014 ની સીઝનમાં શેરડીની 2013-14 ની શેરડીની FRP ફક્ત 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. 9 વર્ષમાં શેરડીની FRPમાં કુલ 105 રૂપિયાની પ્રતિ ક્વિન્ટલ રૂપિયાનો વધારો થયો. આ ઉપરાંત 2013-14 માં શેરડીની ખરીદી લગભગ 57 હજાર 104 કરોડ રૂપિયાની થઈ હતી. જ્યારે 2022-23માં કુલ એક લાખ 13 હજાર રૂપિયાની ખરીદી થઈ.
आज कैबिनेट की बैठक में गन्ने के दाम में बढ़ोतरी करके 315 रुपए प्रति क्विंटल मूल्य निर्धारित किया गया है
-केंद्रीय मंत्री @ianuragthakur #CabinetDecisions pic.twitter.com/ilnh7KHzpR
— पीआईबी हिंदी (@PIBHindi) June 28, 2023
યુપી, પંજાબ અને હરિયાણાના ખેડૂતોને નહીં થાય લાભ
એફઆરપી એ ન્યૂનતમ ભાવ હોય છે જેના પર ખાંડ મિલોએ ખેડૂતો પાસેથી શેરડી ખરીદવાની હોય છે. સરકાર શેરડી (નિયંત્રણ) આદેશ, 1966 હેઠળ એફઆરપી નક્કી કરે છે. જો કે કેટલાક વિસ્તારોમાં શેરડીની ખરીદી સરકાર દ્વારા નિર્ધારિત કિંમતથી પણ વધુ પણ થશે. હકીકતમાં કેટલાક પ્રાંતમાં સ્ટેટ એડવાયઝરી પ્રાઈસ (એસએપી) લાગૂ હોય છે. આ પ્રદેશ પોતાના સ્તર પર શેરડીની કિંમતો નક્કી કરે છે. યુપી, પંજાબ અને હરિયાણા આવા રાજ્યોમાં સામેલ છે. પંજાબમાં હાલ શેરડીના ભાવ 380 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. હરિયાણામાં 372 અને યુપીમાં 350 રૂપિયા ક્વિન્ટલ ભાવ છે.
સરકારે યુરીયા સ્કીમ માટે 3 લાખ 68 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ સાથે જ સરકાર પીએમ પ્રણામ યોજનાની શરૂઆત પણ કરી રહી છે. આ યોજના હઠળ જો કોઈ રાજ્ય ખેતી-કિસાનીમાં કેમિકલ ફર્ટિલાઈઝરની કમી લાવે તો તેના પર બચતી સબસિડીને રાજ્ય સરકારને આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ એટલે કે MDA માટે 1451 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે