Gold Raining : નાચતા જાનૈયા વચ્ચે અચાનક થયો સોનાનો વરસાદ, લગ્ન છોડી સોનું લેવા દોડ્યા

Gold Rain Video Viral : લગ્નમાં સોનાનો વરસાદ થતા જ જાનૈયાઓ ખુશખુશાલ થઈ ગયા... આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે 

Gold Raining : નાચતા જાનૈયા વચ્ચે અચાનક થયો સોનાનો વરસાદ, લગ્ન છોડી સોનું લેવા દોડ્યા

wedding video viral : સોશિયલ મીડિયા રોજ ઢગલાબંધ વીડિયો અપલોડ થતા હોય છે. જેમાંથી કેટલાક વાયરલ થાય છે. કેટલાક વીડિયો એક એકથી ચઢિયાતા હોય છે. ત્યારે હાલ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. લગ્નમાં દુલ્હા-દુલ્હનનો વીડિયો, જાનના વીડિયો તો તમે અનેક જોયા હશે. પરંતું શુ તમે લગ્નમાં સોનાનો વરસાદનો વીડિયો જોયો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ રૂપિયાની સાથે લગ્નમાં સોનાના સિક્કાનો વરસાદ કરી રહ્યો છે. 

સોનાના સિક્કા લૂંટાવ્યા
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર સૌને ચોંકાવી રહ્યો છે, આ વીડિયો કોઈ લગ્ન સમારોહનો છે. જ્યાં અઢળક લોકોની હાજરી વચ્ચે કેટલાક લોકો ડાન્સ કરી રહ્યાં છે. તો કેટલાક લોકો આ ડાન્સ કરી રહેલા લોકો પર રૂપિયાનો વરસાદ કરી રહ્યાં છે. આ વચ્ચે એક શખ્સ રૂપિયાની સાથે સાથે સોનાના સિક્કાનો વરસાદ કરી રહ્યો છે. કેટલાક લોકો જમીન પરથી સોનાના સિક્કા ઉપાડી રહ્યાં છે. 

યુઝર્સે આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, જો આ રૂપિયા કોઈ ગરીબ દીકરીના લગ્નમાં અપાય તો તેના કામમાં આવી શકે છે. હજારો લોકોએ આ વીડિયો જોયો છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ઓહ…ભાઈ, આ રીતે સોનાના સિક્કા કોણ લૂંટે છે?’ જ્યારે બીજાએ લખ્યું, ‘કોઈએ કૃપા કરીને અમને આ પ્રકારના લગ્નમાં આમંત્રિત કરો.’

આ વીડિયો ક્યાંનો છે તે હજી સામે આવ્યો નથી. તેમજ વીડિયોમાં હાજર લોકો કોણ છે તે પણ ખબર નથી, પરંતુ હાલ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news