ગોવામાં મધરાતે મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો, ભાજપની વધી ગઈ તાકાત

ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3માંથી 2 ધારાસભ્યોએ બુધવારે એમજીપી વિધાયક દળનો ભાજપમાં વિલય કરી દીધો. આ સાથે જ રાજ્યની 40 સભ્યોની વિધાનસભામાં હવે 14 ધારાસભ્યો ભાજપના થઈ ગયા છે. ધારાસભ્ય મનોહર અજગાંવકર અને દીપક પાવસ્કરે ગોવા વિધાનસભાના કાર્યવાહક અધ્યક્ષ માઈકલ લોબોને મંગળવાર મોડી રાતે પોણા એક વાગે પત્ર આપ્યો જેમાં એમજીપી વિધાયક દળના ભાજપમાં વિલયની વાત જણાવાઈ છે. જો કે એમજીપીના ત્રીજા ધારાસભ્ય સુદીન ધવલીકરના તેના પર હસ્તાક્ષર નથી. 
ગોવામાં મધરાતે મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો, ભાજપની વધી ગઈ તાકાત

પણજી: ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3માંથી 2 ધારાસભ્યોએ બુધવારે એમજીપી વિધાયક દળનો ભાજપમાં વિલય કરી દીધો. આ સાથે જ રાજ્યની 40 સભ્યોની વિધાનસભામાં હવે 14 ધારાસભ્યો ભાજપના થઈ ગયા છે. ધારાસભ્ય મનોહર અજગાંવકર અને દીપક પાવસ્કરે ગોવા વિધાનસભાના કાર્યવાહક અધ્યક્ષ માઈકલ લોબોને મંગળવાર મોડી રાતે પોણા એક વાગે પત્ર આપ્યો જેમાં એમજીપી વિધાયક દળના ભાજપમાં વિલયની વાત જણાવાઈ છે. જો કે એમજીપીના ત્રીજા ધારાસભ્ય સુદીન ધવલીકરના તેના પર હસ્તાક્ષર નથી. 

ગોવાની ભાજપના નેતૃત્વવાળી સરકારમાં ધવલીકર નાયબ મુખ્યમંત્રી અને અજગાંવકર પર્ટન મંત્રી છે. ત્રણમાંથી બે ધારાસભ્યોએ વિધાયક દળનો વિલય કર્યો છે. તેનો અર્થ એ થયો કે તેઓ હવે પક્ષપલટા કાયદાના દાયરામાં આવવાથી બચી ગયા છે. કારણ કે આ કાયદા હેઠળ જરૂરી છે કે વિલયના બે તૃતિયાંશ સભ્યોની સહમતિ હોય. 

ધારાસભ્યોએ મંગળવારે એમજીપીથી અલગ થઈને એમજીપી (બે) સમૂહ બનાવ્યો હતો અને હવે તેમણે ધારાસભ્યોના દળનો ભાજપમાં વિલય કરી દીધો. લોબોએ એ વાતની પુષ્ટિ કરી છે કે વિલયનો પત્ર તેમને રાતે પોણા વાગે મળ્યો. તેમણે જણાવ્યું કે આ પત્ર પર ધવલીકરના હસ્તાક્ષર નથી. 

અડધી રાતે થયેલા આ રાજકીય ઘટનાક્રમ બાદ 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં  ભાજપના સભ્યોની સંખ્યા 12થી વધીને હવે 14 થઈ ગઈ છે. એમજીપી 2012થી ગોવામાં ભાજપની સહયોગી છે. પાવસ્કરે કહ્યું કે એમજીપીથી અલગ થઈને એક જૂથ બનાવવાનો પ્રસ્તાવ તેમણે અને અજગાંવકરે મંગળવારે સવારે પાંચ વાગે પસાર કર્યો. 

તેમણે પીટીઆઈને કહ્યું કે પ્રસ્તાવ પસાર કર્યા બાદ અમે પત્ર લઈને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનો સંપર્ક કર્યો, તેમણે અમને આ પત્ર કાર્યવાહક વિધાનસભા અધ્યક્ષ માઈકલ લોબોને આપવાના નિર્દેશ આપ્યાં. પાવસ્કરે જણાવ્યું કે પત્ર આખરે મંગળવારે મોડી રાતે પોણા વાગે લોબોને સોંપવામાં આવ્યો. 

ધારાસભ્યે કહ્યું કે આ નિર્ણય લોકોના હિતમાં લેવામાં આવ્યો છે. પાવસ્કરે કહ્યું કે મારા મત વિસ્તારના લોકો ઈચ્છતા હતાં કે હું ભાજપમાં જોડાઈ જાઉ. અમે પણ એ વાત સ્વીકારી લીધી છે કે અમે રાજ્યમાં એમજીપીને આગળ લઈ જઈ શકીએ તેમ નથી. તેમણે દાવો કર્યો કે તેમને સાવંતના નેતૃત્વવાળી કેબિનેટમાં મંત્રીપદ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એવી સંભાવના છે કે સાવંત બુધવારે ધવલીકરને કેબિનેટમાંથી હટાવી શકે છે. તેના થોડા કલાકો પહેલા એમજીપી અધ્યક્ષ દીપક ધવલીકરના ષડયંત્રનો હવાલો આપતા સાવંતના નેતૃત્વવાળી સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપી હતી. 

એમજીપી અધ્યક્ષ દીપક ધવલીકરે પીટીઆઈ-ભાષા સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીના એક પદાધિકારી દ્વારા રાજ્યપાલ અને વિધાનસભાના અધ્યક્ષના નામે એક પત્ર જારી કરાવીને તેમના સંગઠનને સમૂળગા વિધાયી મામલા પર તેમનું નિયંત્રણ જાહેર કરવામાં આવ્યું. 

લેટેસ્ટ ગુજરાતી સમાચારો માટે જુઓ LIVE TV

ધવલીકરે કહ્યું હતું કે એમજીપીની કેન્દ્રીય સમિતિ બુધવારે બેઠક કરીને ભવિષ્યની પોતાની રણનીતિ નક્કી કરશે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના આ પગલાંથી રાજ્ય સરકારનું ભવિષ્ય નક્કી થઈ શકે છે. આ વિલય પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના ગોવા શાખાના પ્રમુખ પ્રવક્તા સુનીલ કવથંકરે કહ્યું કે ભાજપે સાબિત કરી દીધુ છે કે તે પોતાના સહયોગીઓ માટે જોખમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news