ફડવણીસ સરકારના મંત્રીનો દાવો,BJP માં જોડાવા માંગે છે વિપક્ષનાં 50 ધારાસભ્યો
Trending Photos
મુંબઇ : મહારાષ્ટ્રનાં મંત્રી ગિરિશ મહાજનનો દાવો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓનાં 40 ધારાસભ્યો ચૂંટાઇને નહી આવે. મહાજને કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓની સ્થિતી ગંભીર છે. મહાજને દાવો કર્યો કે, વિપક્ષી પાર્ટીનાં લગભગ 50 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા માંગે છે. આ સાથે જ મહાજને કહ્યું કે, ભાજપ દરેક વ્યક્તિનો પાર્ટીમાં સમાવેશ નહી કરે. તે જ ધારાસભ્યોનો પાર્ટીમાં સમાવેશ કરશે જેમનો રેકોર્ડ યોગ્ય હશે.
ICJ ના ચુકાદા બાદ પાકે જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની જાહેરાત કરી
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે અગાઉ શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં મોટા સ્તર પર ભાગદોડ મચેલી છે. સમાચાર છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીનાં અનેક ધારાસભ્યોએ મંગળવારે રાજીનામાં આપ્યા છે. સુત્રોનું કહેવું છે કે આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીમાં 200 યૂનિટ સુધી વીજળી મફત
બીજી તરફ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રથી ન માત્ર એક સીટ જીતનારી કોંગ્રેસ પાર્ટીની સ્થિતી પણ ખરાબ છે. પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉત્સુક ઉમેદવારોને મુલાકાત માટે બોલાવ્યા હતા, જો કે કોઇ પણ ધારાસભ્ય આ પ્રક્રિયામાં જોડાયો નહોતો. જેનાં કારણે કોંગ્રેસ પાર્ટીમાં પણ ભારે હડકંપ જેવી સ્થિતી છે. હાલ કોઇ સીનિયર પણ આ અંગે બોલવા તૈયાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે