Trending Quiz : મધ કેટલા વર્ષ સુધી એવું ને એવું જ રહે? જરાય બગડતું નથી....ખાસ જાણો તમારા કામની આ વાત
Trending Quiz: દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજનું એક મહત્વનું પેપર હોય છે. જેમાં દુનિયાભરના ભાત ભાતના સવાલ પૂછવામાં આવે છે. અમે પણ તમારા માટે કેટલાક એવા સવાલ અને જવાબ લઈને આવ્યા છીએ જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
Trending Photos
General Knowledge Trending Quiz : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા અભ્યર્થીઓ માટે ક્વિઝના સવાલ જવાબ કોઈ વરદાનથી કમ નથી. ક્વિઝ અને ઈન્ટરનેટના કારણે આધુનિક અભ્યાસની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. બાળકો હાલના દિવસોમાં ટ્રેન્ડિંગ ક્વિઝના સવાલોમાં ખુબ રસ લઈ રહ્યા છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજનું એક મહત્વનું પેપર હોય છે. જેમાં દુનિયાભરના ભાત ભાતના સવાલ પૂછવામાં આવે છે. અમે પણ તમારા માટે કેટલાક એવા સવાલ અને જવાબ લઈને આવ્યા છીએ જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
સવાલ: 1 - દુરબીનની શોધ કોણે કરી હતી?
જવાબ: 1- દુરબીનની શોધ ગેલીલિયો ગેલીએ કરી હતી.
સવાલ: 2 - લોહી શુદ્ધ કરનારું અંગ કયું છે?
જવાબ: 2- લોહી શુદ્ધ કરનારું અંગ કિડની હોય છે.
સવાલ: 3- રાંધણ ગેસ સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો હોય છે?
જવાબ: 3- રાંધણ ગેસ સિલિન્ડરમાં બ્યૂટેન ગેસ ભરેલો હોય છે.
સવાલ: 4- ભારતમાં એવી કઈ નદી છે જે ઉલ્ટી વહે છે?
જવાબ: 4- ગંગા-યમુનાની જેમ પવિત્ર ગણાતી નર્મદા નદી મધ્ય પ્રદેશ અને ગુજરાતની ખાસ નદી છે. ભારતની આ એકમાત્ર નદી છે જે ઉલ્ટી દિશામાં વહે છે.
સવાલ: 5- ભારતની સૌથી ઊંડી નદી કઈ છે?
જવાબ: 5- બ્રહ્મપુત્રા નદી ભારતની સૌથી ઊંડી નદી છે.
સવાલ: 6- ભારતની સૌથી નાની નદીનું નામ શું છે?
જવાબ: 6- આ નદીનું નામ અરવારી છે. આ નદી રાજસ્થાનમાં વહે છે. તેની લંબાઈ 90 કિમી છે અને તેને દેશની સૌથી નાની નદી કહે છે.
સવાલ: 7- સૌથી શુદ્ધ પાણી કઈ નદીનું છે?
જવાબ: 7- ટેમ્સ નદી દુનિયાની સૌથી સ્વચ્છ નદી છે. તેને લંડનની ગંગા પણ કહેવામાં આવે છે.
સવાલ: 8- મધ કેટલા વર્ષો સુધી બગડતું નથી?
જવાબ: 8- હકીકતમાં મધ ખાવાની એવી વસ્તુ છે જે ક્યારેય બગડતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે