Garuda Purana: સ્ત્રી જ્યારે આ 2 કામ કરતી હોય ત્યારે પુરુષોએ ભૂલેચૂકે પણ ન જોવું જોઈએ, પાપનું પોટલું બંધાય

Garuda Purana: સ્ત્રી જ્યારે આ 2 કામ કરતી હોય ત્યારે પુરુષોએ ભૂલેચૂકે પણ ન જોવું જોઈએ, પાપનું પોટલું બંધાય

હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું પણ ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ ગરુડની જિજ્ઞાસાને શાંત કરવા માટે જે પણ જવાબ આપ્યા તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં છે. જેમાં 19 હજારથી વધુ શ્લોક છે જેમાં પાપ અને પુષ્યનો ઉલ્લેખ કરાયો છે. આમ તો માણસ કર્મની જાળમાં જ ગૂંચવાયેલો છે. જેવા કર્મ તેવું તેણે ભોગવવું પડતું હોય છે. સારા કર્મો હોય તો સારું અને ખરાબ કર્મનું ફળ પણ એ જ રીતે ભોગવવાનો વારો આવે છે. ગરુડ પુરાણમાં એવી બે વાતનો ઉલ્લેખ કરાયો છે જે મુજબ જ્યારે સ્ત્રીઓ આ બે કામ કરતી હોય ત્યારે પુરુષોએ તેની તરફ જોવું જોઈએ નહીં. 

જ્યારે સ્ત્રી બાળકને સ્તનપાન કરાવતી હોય
કોઈ પણ સ્ત્રી જ્યારે તેના નવજાત બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે પુરુષોએ તે તરફ નજર કરવી જોઈએ નહીં. સ્તનપાન દ્વારા સ્ત્રી તેના ભૂખ્યા બાળકને ભોજન કરાવે છે. આહાર લેતી વખતે બાળક માસૂમ અને આવ અબોધ હોય છે. આવામાં દૂધ પીવડાવતી હોય ત્યારે સ્ત્રીના સ્તન તરફ નજર કરવી જોઈએ નહીં. ગરુડ પુરાણ મુજબ જો કોઈ પુરુષ આ વાત ન માનીને ખરાબ દાનતથી સ્ત્રી તરફ જુએ તો તે મોટા પાપનો  ભાગીદાર બને છે. આવા પાપી પુરુષે મરણોપરાંત નરકમાં ખુબ યાતના ભોગવવી પડે છે. 

Breastfeeding | Zee News

સ્નાન કરતી સ્ત્રી
ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ સ્ત્રી વસ્ત્રો વગર સ્નાન કરતી હોય ત્યારે પુરુષે તેના તરફ જોવું જોઈએ નહીં. જો વસ્ત્રવિહિન સ્ત્રી સ્નાન કરતી હોય અને પુરુષ તેના તરફ નજર કરે તો તે પાપનો ભાગીદાર બને છે. તેના આ કાર્યથી તેણે ગમે તેટલા પુષ્ય કમાયા હોય પણ તે નષ્ટ થઈ જાય છે. નરકમાં જાય છે અને કપરી યાતનાઓ ભોગવવી પડે છે. 

गर्मियों में डालें रात में नहाने की आदत, बॉडी और माइंड को होंगे जबरदस्त फायदे

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news