Lock Down માં પહેલાથી વધારે સ્વચ્છ થઇ Ganga નદી, જોવા મળ્યા આટલા મોટા પરિવર્તન
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસને ધ્યારે રાખી લાગુ દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ગંગા નદી પહેલા કરતા વધારે સ્વચ્છ થઇ છે અને નદીના પાણીમાં ભળેલું ઓક્સિજનનું પ્રમાણ પણ વધી ગયું છે. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (એનએમસીજી)ના મહાનિર્દેશક રાજીવ રંજન મિશ્રાએ આ અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે, લોકડાઉનનાં થોડા જ દિવસો બાદ અમે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત રાજ્યોની સાતે બેઠક યોજી અને તેમને નદી જળની ગુણવત્તા પર નજર રાખવા અંગેના અભ્યાસ પર ચર્ચા કરી. તેના આધારે પાણીની ગુણવત્તા નિગરાની સ્ટેશનોએ એપ્રીલમાં ગંગા નદીનાં જળનાં અલગ અલગ સ્થળો પરથી નમુના લેવામાં આવ્યા.તેનો અભ્યાસ કરવામાં આવ્યો. એનએમસીજીનાં મહાનિર્દેશકે કહ્યું કે, તેના પ્રારંભિક રિપોર્ટ પ્રાપ્ત થયો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, અનેક સ્થળો પર પાણીમાં ઓક્સિજનનાં પ્રમાણમાં વધારો થયો છે. જે જળ સ્વ્છ થયાનો સ્પષ્ટ સંકેત છે.
મિશ્રાએ કહ્યુ કે, અનેક સ્થળો પર નદીના જળમાં જૈવિક ઓક્સિજનની માંગ (બીઓડી)નું સ્તર પહેલાની તુલનાએ ઘટ્યું છે તેના પરથી સિદ્ધ થાય છે કે, નદી જળની ગુણવત્તા સુધરી છે. તેમણે જણાવ્યું કે, જળમાં ભળતા ઓક્સિજનનું સ્તર 5 મિલીગ્રામ લીટરથી વધારે હોવું જોઇએ અને બીઓડીનું સ્તર 3 મિલીગ્રામ લીટરથી ઓછું હોવું જોઇએ. આ બંન્ને માનકો પર ગંગાનદીનાં જળની ગુણવત્તા પહેલાની તુલનાએ ખુબ જ સુધરી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં આંકડાઓ અનુસાર મોટા ભાગનાં સર્વેલન્સ કેન્દ્રોમાં ગંગા નદીના પાણીને નહાવા લાયક મળી આવ્યું છે. સીપીસીબીનાં વાસ્તવિક સમય પર નજર રાખવા માટેના આંકડાઓ અનુસાર ગંગા નદીના અલગ અલગ બિંદુઓ પર સ્થિત 36 વોચ એકમમાં આશરે 27 પોઇન્ટ પર પાણીની ગુણવત્તા નહાવા અને વન્યજીવ તથા મત્સ્ય પાલન માટે અનુકુળ જણાઇ આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે