મહારાષ્ટ્ર: નંદુરબાર સ્ટેશન પર ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી

મહારાષ્ટ્રમાં આજે સવારે નંદુરબાર સ્ટેશન પર એન્ટ્રી કરતી વખતે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કારમાં આગ લાગી ગઈ.

મહારાષ્ટ્ર: નંદુરબાર સ્ટેશન પર ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં આજે સવારે નંદુરબાર સ્ટેશન પર એન્ટ્રી કરતી વખતે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કારમાં આગ લાગી ગઈ. ત્યારબાદ તરત જ ફાયરની ગાડીઓને બોલાવવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પેન્ટ્રી કારને અલગ કરી દેવાયું છે. ગાડીમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. 

રેલવે તરફથી જારી નિવેદનમાં જણાવ્યું છે કે ગાંધીધામથી પુરી જઈ રહેલી ટ્રેન સંખ્યા 12993 ના પેન્ટ્રી કારમાં સવારે 10.35 વાગે આગ લાગી. આ ટ્રેનમાં કુલ 22 કોચ હતા. જેમાંથી 13મો કોચ પેન્ટ્રી કારનો હતો. મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પાસે આ આગ લાગી હતી. 

— ANI (@ANI) January 29, 2022

ફાયરની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને પેન્ટ્રી કારને ટ્રેનથી અલગ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો. રેલવેએ જાણકારી આપી કે આગ પર હાલ કાબૂ મેળવી લેવાયો છે અને આ રૂટ પર રેલવે સેવા પ્રભાવિત નથી. કોચ નંબર 13 જેમાં આગ લાગી હતી તે પેન્ટ્રી કારને અલગ કરી નાખવામાં આવ્યો છે. આ રૂટ પર અપ ડાઉન બંને તરફથી રેલવે સેવા પ્રભાવિત નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news