સ્ટંટ કરવાના ચક્કરમાં ઈજ્જતના થયા ધજાગરા, ઊંધા માથે પટકાતા નીકળી ગયુ પેન્ટ

Trending Now : આ વીડિયોમાં યુવકે જ પોતાની મજાક બનાવી, સ્ટાઈલ મારવાના ચક્કરમાં ઈજ્જત ગુમાવી બેસ્યો, ને હજારો લોકોએ જોયો તેનો ઈજ્જત ઉતરતો વીડિયો
 

સ્ટંટ કરવાના ચક્કરમાં ઈજ્જતના થયા ધજાગરા, ઊંધા માથે પટકાતા નીકળી ગયુ પેન્ટ

Stunt Video: ઈન્ટરનેટ પર હજારો સ્ટંટના વીડિયો જોવા મળશે. કેટલાક વીડિયોમાં સ્ટંટમેન જબરદસ્ત સ્ટંટ કરે છે, તો કેટલાકમાં સ્ટંટમેનનો સ્ટંટ નિષ્ફળ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર સ્ટંટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. જોકે, તેનો સ્ટંટ નિષ્ફળ જાય છે. આ પછી યુવક સાથે જે થયું તે જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો. આ વીડિયોમાં યુવકની ઈજ્જતના ધજાગરા તો થયા, સાથે જ તેનું પેન્ટ પણ નીકળી ગયુ. 

સ્ટંટના ચક્કરમાં થાય છે ઈજ્જતના ધજાગરા
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક યુનિક કન્ટેન્ટ બનાવવા માટે દિવાલ પાસે સ્ટંટ કરવા પહોંચે છે. જો કે, તે પોતે મજાક બની જાય છે. આ યુવક સ્ટાઈલ મારવાના ચક્કરમાં એવું કામ કરે છે કે તેની ઈજ્જતના ધજાગરા થઈ જાય છે. એટલું જ નહીં તે ઊંધા માથે નીચે પણ પટકાય છે. વીડિયો બનાવવાના ચક્કરમાં યુવકનું પેન્ટ પણ નીકળી જાય છે. 

જુઓ વીડિયો....

તમે જોઈ શકો છો કે સ્ટાઈલ મારતી વખતે છોકરો તેના બંને હાથ દિવાલ પર રાખે છે. તે પછી તે ઉપરની તરફ કૂદકો મારે છે અને સ્ટાઈલ મારતા તે બીજી બાજુ કૂદવાનો પ્રયાસ કરે છે. અને તે જ ચક્કરમાં તેની પેન્ટ સળિયામાં ફસાઈ જાય છે અને તે ઉંધા માથે લટકી જાય છે. તો સાથે જ તેનું પેન્ટ પણ ઉતરી જાય છે. આ વીડિયો જોઈને તમે હસવાનું રોકી નહીં શકો. આ વીડિયો પટિયાલેવાલેચાચા_જી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news