પેટ્રોલમાં 5 રૂપિયા તો ડિઝલની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો થયો
પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે સોમવારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે
Trending Photos
અમૃતસર : પંજાબ સરકારે સોમવારે રાજ્ય માટે પ્રસ્તુત કરવામાં આવેલા વાર્ષિક બજેટમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. પંજાબ સરકારે પોતાનાં બજેટમાં પેટ્રોલની કિંમત 5 રૂપિયા અને ડિઝલની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલે તેની જાહેરાત કરતા કહ્યું કે, ઘટેલી કિંમત સોમવાર મધ્યરાત્રીથી લાગુ થશે.
નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલે સોમવારે તેની જાહેરાત કરતા કહ્યું કે, સોમવારે મધરાતથી પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે. આ ઘટાડાની સાથે રાજ્યમાં ડીઝલની કિંમત સૌથી સસ્તી થઇ જશે. બાદલે કહ્યું કે, રાજ્યમાં મૂલ્યમાં ઘટાડો કરવા માટે વૈટ (વેલ્યુ એડેડ ટેક્સ) ઘટાડવામાં આવશે.
કરમાં સમાનતાની માંગ કરી રહ્યા છે પંપ માલિક
અત્રે ઉલ્લેખનીય છે કે, ચંડીગઢ અને પંજાબમાં પેટ્રોલની કિંમતોમાં 9 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટરનું અંતર છે. પેટ્રોલ પંપના માલિકો કરાજ્યમાં અન્ય રાજ્યોની જેમ કરની સમાનતા અંગે માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કે, નાણામંત્રી બાદલે સોમવારે વિપક્ષી પાર્ટી શિરોમણી અકાલી દળનાં વિરોધ વચ્ચે રાજ્યનું વાર્ષિક બજેટ રજુ કર્યું હતું.
ખેડુતોની દેવામાફી માટે 3 હજાર કરોડ
બજેટ રજુ કરવા દરમિયાન સ્તતાપક્ષ અને અકાલી દળ ધારાસભ્યો વચ્ચે તીખી ચડસા ચડસી થઇ હતી. બીજી તરફ પોતાના બજેટ ભાષણ દરમિયાન મંત્રીએ કહ્યું કે, વર્ષ 2019-2020 માટે 3 હજાર કરોડ રૂપિયાની ખેડૂતોની દેવામાફી માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, કૃષી ક્ષેત્રના બજેટમાં 13,643 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે