Sharad Yadav Died: પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન, પુત્રીએ આપી જાણકારી

Sharad Yadav Died: દિગ્ગજ સમાજવાદી નેતા શરદ યાદવનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. 

Sharad Yadav Died: પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન, પુત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ Sharad Yadav Died: દિગ્ગજ સમાજવાદી નેતા શરદ યાદવનું 75 વર્ષની ઉંમરે ગુરૂવારે નિધન થયું છે. તેમના પુત્રી સુભાષિણી યાદવે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. તેણે લખ્યું- પાપા નથી રહ્યાં. યાદર ચાર વખત બિહારના મધેપુરા સીટથી સાંસદ રહ્યાં છે. જાણકારી અનુસાર ગુરૂવારે રાત્રે 9 કલાકે ફોર્ટિસ હોસ્પિટલમાં શરદ યાદવનું નિધન થું છે. જેડીયૂના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષના નિધન બાદ બિહારના રાજકીય વર્તુળમાં શોકની લહેર દોડી ગઈ છે.

તેમણે જેડીયૂમાંથી વર્ષ 2016માં રાજીનામુ આપ્યા બાદ પોતાની પાર્ટી બનાવી હતી. ત્યારબાદ પાર્ટીનો રાષ્ટ્રીય જનતા દળમાં વિલય કરી દીધો હતો. તેમના પુત્રી સુભાષિની કોંગ્રેસમાં છે. 

— Subhashini Sharad Yadav (@Subhashini_12b) January 12, 2023

આરજેડી નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ટ્વીટ કરીને શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “મંડલ મસીહા, વરિષ્ઠ આરજેડી નેતા, મહાન સમાજવાદી નેતા અને મારા વાલી આદરણીય શરદ યાદવ જીના અકાળ અવસાનના સમાચારથી હું દુખી છું. હું કશું કહી શકવા અસમર્થ છું. માતા અને ભાઈ શાંતનુ સાથે વાતચીત કરી. આ દુખની ઘડીમાં સમગ્ર સમાજવાદી પરિવાર પરિવારજનો  સાથે છે.

શરદ યાદવે 1999 થી 2004 વચ્ચે અટલ બિહારી વાજપેયી સરકારમાં વિવિધ વિભાગો સંભાળ્યા હતા. 2003માં શરદ યાદવ જનતા દળ યુનાઈટેડ જેડી (યુ)ના અધ્યક્ષ બન્યા. તેઓ 7 વખત લોકસભાના સાંસદ અને 3 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news