આવી હતી અરુણ જેટલીની રાજકીય કારકિર્દી, 'એક દેશ-એક કર'માં નિભાવી હતી મહત્વની ભૂમિકા

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. દેસમાં જીએસટી સ્વરૂપમાં 'એક દેશ એક કર' આપવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. અરુણ જેટલી અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ મંત્રી રહ્યાં. વ્યવસાયે તેઓ સફળ વકીલ અરુણ જેટલીએ રાજકીય જીવનમાં પણ ખુબ પ્રતિષ્ઠા મેળવી. 

આવી હતી અરુણ જેટલીની રાજકીય કારકિર્દી, 'એક દેશ-એક કર'માં નિભાવી હતી મહત્વની ભૂમિકા

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. દેસમાં જીએસટી સ્વરૂપમાં 'એક દેશ એક કર' આપવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. અરુણ જેટલી અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ મંત્રી રહ્યાં. વ્યવસાયે તેઓ સફળ વકીલ અરુણ જેટલીએ રાજકીય જીવનમાં પણ ખુબ પ્રતિષ્ઠા મેળવી. 

અરુણ જેટલી વિશે જાણો ...

1. અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે વકીલ હતાં. 
2. અરુણ જેટલીએ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી 1957-69  સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી બીકોમ કર્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી 1977માં કાયદાનો અભ્યાસ કર્યો હતો. 
3. અરુણ જેટલી કાયદાના અભ્યાસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થી નેતા પણ હતાં. ડીયુમાં અભ્યાસ દરમિયાન તેઓ 1974માં ડીયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યાં. 
4. 1975માં દેશમાં લાગેલી કટોકટના વિરોધ બદલ તેમને 19 મહિના નજરકેદ રખાયા હતાં. 1973માં તેઓ જય પ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ સક્રિય રહ્યાં. નજરકેદ ખતમ થયા બાદ તેમણે જનસંઘ પાર્ટી જોઈન કરી. 
5. 1977માં તેમણે દિલ્હી એબીવીપીના અધ્યક્ષ અને ઓલ ઈન્ડિયા સેક્રેટરી બનાવવામાં આવ્યાં. તેમને 1980માં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને દિલ્હી શાખાના સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતાં. 
6. અરુણ જેટલીએ 1987માં વકીલાત શરૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટથી લઈને વિભિન્ન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. 1990માં દિલ્હી હાઈકોર્ટે તેમને વરિષ્ઠ વકીલ જાહેર કર્યાં. 1989માં જેટલી વીપી સિંહની સરકારમાં એડિશનલ સોલિસિટર જનરલ નિયુક્ત થયા હતાં. તેમણે બોફોર્સ કૌભાંડની તપાસ અંગે દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરી હતી. 
7. અરુણ જેટલી 1991થી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યાં. 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને પાર્ટી પ્રવક્તા બનાવ્યાં. જેટલીએ જૂન 2009ના રોજ વકીલાત કરવાનું બંધ કર્યું. તેમને રાજ્યસભામાં 2009થી 2014 સુધી નેતા વિપક્ષ બનાવવામાં આવ્યાં. 2009માં રાજ્યસભામાં નેતા વિપક્ષ બનતા તેમણે પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધુ. 

જુઓ LIVE TV

8. 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યાં. આ સરકારમાં તેઓ કાયદા મંત્રી પણ રહ્યાં. તેમને ડિસઈન્વેસ્ટમેન્ટના સ્વતંત્ર રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યાં. 2000માં થયેલી લોકસભા ચૂંટણી બાદ તેમને કાયદા, ન્યાય, કંપની અફેર્સ તથા શિપિંગ મંત્રાલયના મંત્રી પણ બનાવવામાં આવ્યાં. 
9. 2014માં અરુણ જેટલીએ ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા સીટથી ચૂંટણી લડી. પરંતુ તેઓ કોંગ્રેસના ઉમેદવાર કેપ્ટન અમરિન્દર સિંહ સામે હાર્યાં. 
10. અરુણ જેટલી ગુજરાતથી રાજ્યસભા સાંસદ રહ્યાં. માર્ચ 2018માં તેમને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે મોકલવામાં આવ્યાં. 2014માં મોદી સરકાર બન્યા બાદ તેમણે આ સરકારમાં નાણા મંત્રાલય અને રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 
11. અરુણ જેટલીના નાણા મંત્રી તરીકેના કાર્યકાળમાં જ સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર પ્રહાર કરતા 2016માં નોટબંધી કરી હતી. સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી હતી. 
12. 1982માં અરુણ જેટલીના લગ્ન સંગીતા જેટલી સાથે થયા હતાં. તેમના બે બાળકો છે. રોહન અને સોનાલી. બંને વકીલ છે. 
13. 2018માં અરુણ જેટલીનું દિલ્હી સ્થિત એમ્સમાં કિડની ટ્રાન્સ્પ્લાન્ટ થયુ હતું. જાન્યુઆરી 2019માં ડોક્ટરોને અરુણ જેટલને સોફ્ટ ટિશ્યુ સર્કોમા હોવાનું જાણવા મળ્યું હતું. તે કેન્સરનું એક સ્વરૂપ હતું. ત્યારબાદ ન્યૂયોર્કમાં તેની સફળ સર્જરી થઈ. 
14. અરુણ જેટલીએ 29મી મે 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ખરાબ સ્વાસ્થ્ય અંગેનો હવાલો આપી કહ્યું હતું કે તેમને નવી સરકારમાં કોઈ પણ પ્રકારની મહત્વની જવાબદારી ન આપવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news