નોઇડામાં કોરોના વાયરસનો પહેલો કેસ ચર્ચામાં, CMO એ કહ્યું- દર્દી દિલ્હીમાં રહે છે

દિલ્હીને અડીને આવેલા નોઇડા (Noida)માં કોરોના વાયરસ (Coronavirus) પહેલો કેસ ખૂબ ચર્ચામાં છે. પીડિત દર્દીની સારવાર દિલ્હીના એક હોસ્પિટલમાં ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ ગાઇડનું કામ કરે છે અને ઇટલી આવેલા કેટલાક પર્યટકો (foreign tourists)ના સંપર્કમાં હતો જે આગરા અને જયપુર ફરવા આવ્યા હતા.

નોઇડામાં કોરોના વાયરસનો પહેલો કેસ ચર્ચામાં, CMO એ કહ્યું- દર્દી દિલ્હીમાં રહે છે

નોઇડા: દિલ્હીને અડીને આવેલા નોઇડા (Noida)માં કોરોના વાયરસ (Coronavirus) પહેલો કેસ ખૂબ ચર્ચામાં છે. પીડિત દર્દીની સારવાર દિલ્હીના એક હોસ્પિટલમાં ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ ગાઇડનું કામ કરે છે અને ઇટલી આવેલા કેટલાક પર્યટકો (foreign tourists)ના સંપર્કમાં હતો જે આગરા અને જયપુર ફરવા આવ્યા હતા.

આ કેસ લગભગ બે અઠવાડિયા પહેલાનો છે. આ કેસ પર જાણકારી આપતાં નોઇડા CMO ડો. અનુરાગ ભાર્ગવે જણાવ્યું કે 'આ ગાઇડ દિલ્હીમાં રહે છે. દિલ્હીથી જ આ બીજા રાજ્યમાં ગયો હતો. તેનું એક ઘર નોઇડા અને બીજું એક ઘર મુજફ્ફરનગરમાં પણ છે, એટલા માટે તેને નોઇડા પર થોપવું ઠીક નથી.'

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાથી બચવા માટે ભારત સરકારે મોટો ફેંસલો લીધો છે. ભારતે વિદેશથી આવનાર યાત્રીઓના વીઝા સસ્પેંડ કરી દીધા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે જો જરૂર ન હોય તો વિદેશ યાત્રાથી બચો. તમને જણાવી દઇએ કે ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 60 દર્દીઓની પુષ્ટિ થઇ ચુકી છે. 

તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધી 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોના વાયરસ (Corona Virus)ને મહામારી જાહેર કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news