દિલ્હી: જામિયા યૂનિવર્સિટીના ગેટ નંબર-5 પાસે ફાયરિંગ, લાલ સ્કૂટી જોવા મળ્યા સંદિગ્ધ

જામિયા યૂનિવર્સિટીના ગેટ નંબર-5 પાસે રવિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું. પ્રત્યક્ષદર્શીઓના અનુસાર સ્કૂટી સવાર લોકોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનારમાંથી એક એ લાલ જેકેટ પહેર્યું હતું. ફાયરિંગથી કોઇ નુકસાનના સમાચાર નથી. દિલ્હીમાં ગત 4 દિવસથી ફાયરિંગની આ ત્રીજી ઘટના છે.

દિલ્હી: જામિયા યૂનિવર્સિટીના ગેટ નંબર-5 પાસે ફાયરિંગ, લાલ સ્કૂટી જોવા મળ્યા સંદિગ્ધ

નવી દિલ્હી: જામિયા યૂનિવર્સિટીના ગેટ નંબર-5 પાસે રવિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું. પ્રત્યક્ષદર્શીઓના અનુસાર સ્કૂટી સવાર લોકોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનારમાંથી એક એ લાલ જેકેટ પહેર્યું હતું. ફાયરિંગથી કોઇ નુકસાનના સમાચાર નથી. દિલ્હીમાં ગત 4 દિવસથી ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. પોલીસે અત્યાર સુધી ફાયરિંગની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ફાયરિંગની સૂચના મળતાં જ જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના બહાર લોકો એકઠા થયા છે. લોકોએ જામિયા નગર પોલીસ સ્ટેશનની બહાર નારેબાજી કરી. એસએચઓ ઘટનાસ્થળે હાજર છે. કેસની તપાસ ચાલુ છે. પોલીસે કોઇપણ કાનૂની કાર્યવાહી કરતાં પહેલાં તથ્યોની તપાસ કરી રહી છે. 

ડીસીપી કુમાર જ્ઞાનેશના અનુસાર 'ઘટના પર બુલેટનું કોઇ કવર મળ્યું નથી. જામિયા કોર્ડિનેશન કમિટી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે કોઇ પીસીઆર કોલ થયો નથી. ઘણા લોકો જામિયા પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે ગયા હતા. ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી કરશે. અલગ-અલગ નિવેદન લોકોના મળી રહ્યા છે કોઇ ટૂ-વ્હીલ્ર તો કોઇ ફોર વ્હીલર પોલીસને જણાવી રહ્યું છે. પોલીસ ફરિયાદના આધારે તપાસને આગળ વધારશે. 

શનિવારે શાહીનબાગમાં થયું હતું ફાયરિંગ
આ પહેલાં શનિવારે સાંજે એક યુવકે શાહિન બાગમાં ગોળીબારી કરી હતી. ત્યાં હાજર પોલીસે ગોળી ચલાવનાર યુવકને તાત્કાલિક પકડી પાડ્યો હતો. ગોળીબારીની આ ઘટના શાહીબાગમાં તે સ્થળથી થોડે દૂર થયું હતું, જ્યાં દોઢ મહિનાથી સીએએના વિરોધી ધરણા કરી રહ્યા છે. ગોળી ચલાવનાર યુવક પૂર્વી દિલ્હીના દલ્લૂપુરા ગામનો રહેવાસી છે. આરોપીનું નામ કપિલ ગુર્જર છે અને તે એક પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરે છે. આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું હતું. બે ગોળીઓ ચલાવી હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news