મુંબઈ: સાધના હાઉસમાં લાગેલી આગ 12 કલાક બાદ કાબુમાં આવી, 12 ફાયરકર્મીઓ ઘાયલ
Trending Photos
મુંબઈ: મુંબઈના વરલી વિસ્તારમાં સ્થિત સાધના મિલ ઈમારતમાં શનિવારે લાગેલી આગ પર આજે સવારે કાબુ મેળવી લેવાયો. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ સાધના મિલ ભવનની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આ આગ શનિવારે સાંજે 4.46 વાગે લાગી હતી. વિકરાળ આગે ત્યાં રાખેલી દવાઓ અને કેમિકલના ભંડારને પોતાની ચપેટમાં લીધા હતાં. આગને 3 સ્તરની શ્રેણીમાં રાખવામાં આવી હતી. આગ ઓલવવાની કવાયતમાં ફાયર વિભાગના 12 કર્મચારીઓ ઘાયલ થયા છે.
ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈના વરલી વિસ્તારમાં મહિન્દ્રા ટાવર્સની પાછળ સ્થિત ચાર માળની ઈમારત સાધના મિલ ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
તેમણે જણાવ્યું કે આગ પર કાબુ મેળવવા માટે ફાયરની આઠ ગાડીઓને મોકલવામાં આવી હતી. આ ભવનમાં દુકાનો અને કાર્યાલય છે. આ અગાઉ સવારે 10 વાગે કમલા મિલ્સ પરિસર પાસે એક નિર્માણધીન ભવનમાં આગ લાગવાની સૂચના મળી હતી. જો કે આ ઘટનામાં કોઈ હાનિના અહેવાલ નહતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે