VIDEO: જહાજ આગની જ્વાળામાં લપેટાયું, 29 ક્રુ મેમ્બર્સ પાણીમાં કૂદી પડ્યાં, એક ગુમ 

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બંગાળની ખાડીમાં કાર્યરત એક શિપ પર સોમવારે અચાનક આગ લાગી ગઈ. થોડીવારમાં આગની જ્વાળાઓએ સમગ્ર શિપને પોતાની ચપેટમાં લઈ લીધુ. જે સમયે શિપ પર આગ લાગી તે સમયે શિપ પર 29 ક્રુ મેમ્બર્સ સવાર હતાં. આગ લાગ્યા બાદ તમામે ઊંડા સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. ઘટના સ્થળે પહોંચેલા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે 29 લોકોને બચાવી લીધા. જ્યારે એક વ્યક્તિ હજુ ગુમ છે. તેની શોધ ચાલુ છે. આગની ઘટના સવારે 11.30 કલાકની છે. 

VIDEO: જહાજ આગની જ્વાળામાં લપેટાયું, 29 ક્રુ મેમ્બર્સ પાણીમાં કૂદી પડ્યાં, એક ગુમ 

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બંગાળની ખાડીમાં કાર્યરત એક શિપ પર સોમવારે અચાનક આગ લાગી ગઈ. થોડીવારમાં આગની જ્વાળાઓએ સમગ્ર શિપને પોતાની ચપેટમાં લઈ લીધુ. જે સમયે શિપ પર આગ લાગી તે સમયે શિપ પર 29 ક્રુ મેમ્બર્સ સવાર હતાં. આગ લાગ્યા બાદ તમામે ઊંડા સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. ઘટના સ્થળે પહોંચેલા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે 29 લોકોને બચાવી લીધા. જ્યારે એક વ્યક્તિ હજુ ગુમ છે. તેની શોધ ચાલુ છે. આગની ઘટના સવારે 11.30 કલાકની છે. 

— ANI (@ANI) August 12, 2019

અત્રે જણાવવાનું કે વિશાખાપટ્ટનમના જે શિપ પર આગ લાગી છે તે ઓફશોર સપોર્ટ વેસલ કોસ્ટલ જગુઆર છે. સોમવારે તેમાં અચાનક આગ લાગી ગઈ. આગ લાગ્યા બાદ તમામ ક્રુ મેમ્બર્સે બચવા માટે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. શિપ પર આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. એક ક્રુ મેમ્બરની શોધ થઈ રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news