અહીં લોકો જૂત્તાથી રમે છે હોળી! જાણો ગોકુળ-વૃંદાવન સહિત દેશભરમાં ક્યાં કઈ રીતે થાય છે ઉજવણી

રંગોના તહેવારની ગજબની રંગત: કૃષ્ણ ભગવાનના નંદગાવ, વ્રજ, બનારસ સહિત દેશભરમાં જુદી-જુદી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે એ પણ જાણવા જેવું છેકે, દેશના વિવિધ ભાગોમાં હોળીના પર્વને કેમ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ક્યાંક લઠ્ઠમાર હોળી તો ક્યાંક જૂતાથી હોળીની ઉજવણી કરવામાં આવે છે.

અહીં લોકો જૂત્તાથી રમે છે હોળી! જાણો ગોકુળ-વૃંદાવન સહિત દેશભરમાં ક્યાં કઈ રીતે થાય છે ઉજવણી

નવી દિલ્લીઃ આપણે ત્યાં મોટાભાગના તહેવારોની ઉજવણી કોઈકને કોઈક ધાર્મિક, પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલી હોય છે. એમાંય ભગવાન વિષ્ણુઓએ લીધેલાં અલગ અલગ અવતાર અને તેમની લીલાઓને વિવિધ પ્રસંગો તરીકે યાદ રાખવા માટે તહેવારોની ઉજવણી થતી હોય છે. ત્યારે ભગવાન વિષ્ણુના એવા જ પૂર્ણ પુરુષોત્તમ અવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણની અપાર લીલાઓને વર્ણવવા માટે વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. એવો જ એક તહેવાર એટલે હોળી અને ધૂળેટી.

રંગોના આ પર્વની ઉજવણીની રંગતની કથા પણ કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલી છે. ભગવાન કૃષ્ણએ બાળપણમાં કરેલી લીલીઓ અને તેઓ હોળી રમતા હતા તે પ્રસંગને આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. એ જ કારણ છેકે, કૃષ્ણ ભગવાનના નંદગાવ, વ્રજ, બનારસ સહિત દેશભરમાં જુદી-જુદી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે એ પણ જાણવા જેવું છેકે, દેશના વિવિધ ભાગોમાં હોળીના પર્વને કેમ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ક્યાંક લઠ્ઠમાર હોળી તો ક્યાંક જૂતાથી હોળીની ઉજવણી કરવામાં આવે છે.

દેશમાં હોરી અને વ્રજમાં હોરાની ઉજવણી કરવામાં આવશે. પાવન ભૂમિ વ્રજની હોળી ખુબ જ અનોખી હોય છે. આમ તો બરસાનાની લઠ્ઠમાર હોળી જગપ્રસિદ્ધ છે પણ વૃજના વિવિધ ભાગોમાં પ્રાચીન પરંપરાઓ અનુસાર છડીમાર, કોડા, લઠ્ઠ, ફૂલ, ગુલાલ, કાદવ, ગોબર, ગેંદ, મૂશળ, ચંદન, ચોબા અને જૂતાથી પણ હોળી રમાય છે. આ સૌની પાછળ કોઈ એક કહાણી છુપાયેલી છે. એટલા માટે વ્રજના લોકોએ પોતાની પ્રાદેશિક પરંપરાઓને અત્યાર સુધી સંગ્રહી રાખી છે.

એક રિસર્ચ અનુસાર વૈદિકકાળથી જ વ્રજમાં 40 દિવસ સુધી હોળી ઉત્સવ મનાવાય છે. તેને મધુમાસ પણ કહેવાય છે. તેમાં પ્રેમરસ વહે છે. આ દરમિયાન ગુલાલ ઉડાડવો, હોરી ગીત, રસિયા ગાયન, ઠંડાઈ, ગુઝિયાનું સેવન અને હસી-મજાક કરવી વ્રજવાસીઓની શગલ છે. પાણી, ફૂલો, ગુલાલની સાથો-સાથ અહીં કોડેમાર હોળી પણ અનોખી રીતે ઉજવાય છે. દાઉજી, ફાલેન, કોસીકલાં, ડીગ, કામા, નંદગાંવ, ગિડોહ અને બઠેન વગેરે વિસ્તારોમાં હુરંગા રમાય છે. તેમાં મોટા મંદિરો અથવા જાહેર સ્થળે પુરુષ અને મહિલાઓ ગોપ/ગોપિકા તરીકે સમૂહ બનાવે છે. પછી કડાહોમાં રંગ ઘોલાય છે. ડોલથી ગોપ વ્રજ ગોપિકાઓ પર રંગ ફેંકે છે.

ભગવાન શ્રીકૃષ્ણનું બાળપણ ગોકુળમાં વીત્યું હતું. બાળસ્વરૂપને જોતા અહીં છડીમાર હોળી રમાય છે. બાળકૃષ્ણથી ગોપીઓ છડી લઈને હોળી રમે છે. આ હોળીમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. એ જ કારણ છેકે, આજે પણ ભગવાનની બાળલીલાઓને યાદ કરીને અહીં છડી હોળીની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર બાદ બનારસની લડ્ડુમાર હોળી પણ ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંના શ્રીજીમંદિરમાં ફાગણ શુક્લ પક્ષની અષ્ટમીએ લડ્ડુમાર હોળી રમાય છે. આ દિવસે નંદગાવના ગોપના બરસાના પર આવતા તેમને લાડુ પિરસાય છે પછી એકબીજા પર લાડુ ફેંકી લડ્ડુમાર હોળી રમાય છે. એટલું જ નહીં શું તમે જૂત્તામાર હોળી વિશે સાંભળ્યું છે. ગોવર્ધન પાસે બછગાંવમાં જૂતાની હોળી રમાય છે. જેના માથે તડાતડ જૂતા પડે છે તે ગૌરવાન્વિત અનુભવે છે કેમ કે માન્યતા છે કે હોળીકા દળ બાદ જ્યારે ભક્ત પ્રહલાદ જીવિત બચીને આવ્યા તો હિરણ્યકશ્યપના સમર્થકોએ તેમને જૂતાથી માર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news