5 મહિનાના દીકરાના મૃતદેહને થેલામાં ભરી પિતાએ કરી 200 કિમીની મુસાફરી, કારણ જાણી કાળજું કંપી ઉઠશે
Man travels 200 km With Dead Body: છ દિવસ સુધી સીલીગુડીની મેડિકલ હોસ્પિટલમાં તેના પાંચ મહિનાના બાળકની સારવાર ચાલી હતી. આ સારવારમાં પણ સોળ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. છ દિવસની સારવાર પછી પાંચ મહિનાના દીકરાનું મોત થઈ ગયું...
Trending Photos
Man travels 200 km With Dead Body: પશ્ચિમ બંગાળમાંથી એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને તમારું કાળજું પણ કંપી જશે. અહીં એક પિતા પાસે એમ્બ્યુલન્સ માટે ભાડું ન હોવાથી તેને બસમાં પોતાના પાંચ મહિનાના બાળકને ડેડબોડી લઈને મુસાફરી કરવી પડી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ડેડ બોડીને ઘર સુધી પહોંચાડવા માટે 8000 રૂપિયાની માંગણી કરી. ગરીબ પિતા પાસે એમ્બ્યુલન્સ માટે 8000 રૂપિયા ન હોવાથી તેણે દીકરાની બોડીને થેલામાં ભરી અને બસમાં મુસાફરી કરવી પડી. સીલીગુડીથી કાઝિયાગંજ સુધી બાળકના મૃતદેહને લઈ જવા માટે પિતાએ જ્યારે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને કહ્યું તો તેણે 8000 રૂપિયાની માંગ કરી. આ રૂપિયા પિતા પાસે ન હતા તેથી તેણે હોસ્પિટલમાંથી પોતાના દીકરાની બોડીને થેલામાં ભરી અને 200 km નું અંતર બસમાં કાપ્યું. હવે આ ઘટનાને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચો:
મૃતક બાળકના પિતાનું જણાવવું છે કે છ દિવસ સુધી સીલીગુડીની મેડિકલ હોસ્પિટલમાં તેના પાંચ મહિનાના બાળકની સારવાર ચાલી હતી. આ સારવારમાં પણ સોળ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. છ દિવસની સારવાર પછી પાંચ મહિનાના દીકરાનું મોત થઈ ગયું. જ્યારે તેણે કાજીયાગંજ સુધી બાળકના મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સ ડ્રાઇવર નો સંપર્ક કર્યો તો તેણે 8000 રૂપિયા માંગ્યા છે તેની પાસે ન હતા.
એમ્બ્યુલન્સ ન મળતા તેણે એક થેલામાં પોતાના પાંચ મહિનાના દીકરાની બોડી ભરી અને સીલીગુડી થી 200 કિલોમીટર દૂર આવેલા કાજીયાગંજ સુધી બસમાં મુસાફરી કરી. તેણે બસમાં સવાર કોઈને શંકા પણ ન જવા દીધી કે થેલામાં બોડી છે. આવું તેણે એટલા માટે કર્યું કે તેને ડર હતો કે જો કોઈને ખબર પડશે કે થેલામાં બોડી છે તો તેને બસમાંથી પણ ઉતારી દેવામાં આવશે.
મૃત બાળકના પિતાએ જણાવ્યું કે એમ્બ્યુલન્સ ડ્રાઇવરે તેને કહ્યું હતું કે ફ્રી એમ્બ્યુલન્સની સુવિધા દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે છે મૃતદેહને લઈ જવા માટે નહીં. મૃતદેહ ને લઈ જવો હોય તો તેને 8000 રૂપિયા ચૂકવવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે