ફારુક અબ્દુલ્લાની PSA હેઠળ અટકાયત, કોઈ સુનાવણી વગર 2 વર્ષ સુધી રહી શકે છે કેદમાં

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah)ને સોમવારે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ(PSA) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યાં. એટલું જ નહીં જે સ્થળ પર અબ્દુલ્લાને રાખવામાં આવશે તેને એક આદેશ દ્વારા અસ્થાયી જેલ જાહેર કરી દેવામાં આવી છે. પીએસએ હેઠળ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કેસ દાખલ થયા વગર બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. 

ફારુક અબ્દુલ્લાની PSA હેઠળ અટકાયત, કોઈ સુનાવણી વગર 2 વર્ષ સુધી રહી શકે છે કેદમાં

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah)ને સોમવારે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ(PSA) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યાં. એટલું જ નહીં જે સ્થળ પર અબ્દુલ્લાને રાખવામાં આવશે તેને એક આદેશ દ્વારા અસ્થાયી જેલ જાહેર કરી દેવામાં આવી છે. પીએસએ હેઠળ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કેસ દાખલ થયા વગર બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. 

જ્યારથી ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવી ત્યારથી શ્રીનગરથી લોકસભા સાંસદ ફારુક અબ્દુલ્લા 5 ઓગસ્ટથી તેમના ઘરમાં નજરકેદ છે. 

फारूक अब्दुल्ला PSA के तहत हिरासत में, बिना सुनवाई के 2 साल तक रह सकते हैं बंद

હાલમાં જ નેશનલ કોન્ફરન્સના સાંસદોને ફારુક અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ એ પ્રતિબંધ સાથે કે તેઓ મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરી શકશે નહીં. 

જુઓ LIVE TV

ન્યાયાધીશ સંજીવકુમારે સાંસદો જસ્ટિસ(રિટાયર્ડ) હસનૈન મસૂદી (અનંતનાગ) અને અકબર લોન (બારામુલ્લા) દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર પ્રશાસનને નેશનલ કોન્ફરન્સ પ્રમુખની નજરકેદ પર નોટિસ પણ પાઠવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news