Farmers Protest: સુપ્રીમ કોર્ટે કહ્યું- ટ્રેક્ટર રેલી પોલીસનો મામલો, કેન્દ્રએ પરત લીધી અરજી, કિસાન નેતા બોલ્યા- રેલી નિકળશે
8 કિસાન યુનિયનો તરફથી રજૂ વકીલ પ્રશાંત ભૂષણે ચીફ જસ્ટિસને જણાવ્યુ કે, કિસાન માત્ર બાહરી રિંગ રોડ પર શાંતિપૂર્ણ રીતે ગણતંત્ર દિવસ (Republic Day 2021) મનાવવા ઈચ્છે છે. તેમનો શાંતિ ભંગ કરવાનો કોઈ ઇરાદો નથી. તો કિસાન નેતા કલવંત સિંહ સંધુએ કહ્યુ કે, કિસાન સંગઠનોના નેતા 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવાના મુદ્દા પર દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા 26 જાન્યુઆરીએ કિસાનોની પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલીને (Tractor Rally) પોલીસનો મામલો ગણાવ્યા બાદ મામલામાં કોર્ટના હસ્તક્ષેપ કરવાની વિનંતી વાળી અરજી પરત લીધી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) 26 જાન્યુઆરીની પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલીને લઈને દાખલ કરાયેલી અરજી પર કહ્યું, તમે ઓથોરિટી છો અને તમારે તેનો નિર્ણય કરવાનો છે, તેના પર આદેશ પસાર કરવો અદાલતનું કામ નથી. 8 કિસાન યુનિયનો તરફથી રજૂ વકીલ પ્રશાંત ભૂષણે ચીફ જસ્ટિસને જણાવ્યુ કે, કિસાન માત્ર બાહરી રિંગ રોડ પર શાંતિપૂર્ણ રીતે ગણતંત્ર દિવસ (Republic Day 2021) મનાવવા ઈચ્છે છે. તેમનો શાંતિ ભંગ કરવાનો કોઈ ઇરાદો નથી. તો કિસાન નેતા કલવંત સિંહ સંધુએ કહ્યુ કે, કિસાન સંગઠનોના નેતા 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવાના મુદ્દા પર દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
શાંતિપૂર્ણ માર્ચની તૈયારીઓ
ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર દિલ્હીમાં પોતાની નિર્ધારિત ટ્રેક્ટર રેલીને લઈને અનિશ્ચિતતાઓની સ્થિતિ વચ્ચે નવા કૃષિ કાયદા (New Farm Laws) વિરુદ્ધ દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા કિસાનોએ મંગળવારે કહ્યુ કે, શાંતિપૂર્ણ માર્ચની તૈયીરીઓ ચાલી રહી છે અને પરત ફરવાનો કોઈ સવાલ નથી. હજુ સુધી રેલીને સત્તાવાર મંજૂરી મળી નથી. ઉલ્લેખનીય છે કે કિસાન સંગઠનોએ જાહેરાત કરી હતી કે હજારો કિસાન 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી કાઢશે.
દિલ્હીમાં પ્રવેશ કરવો બંધારણીય અધિકાર
પંજાબના તરનતારન જિલ્લાના કુર્લાલ સિંહે કહ્યુ, અમે અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરતા આવ્યા છીએ અને અમારી રેલી પણ અહિંસક રહેશે. દિલ્હીમાં પ્રવેશ કરવો અમારો બંધારણીય અધિકાર છે. કેન્દ્ર સરકાર અને પ્રદર્શન કરી રહેલા કિસાન સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે નવ તબક્કાની વાતચીત થઈ ચુકી છે અને દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં કિસાન આશરે બે મહિનાથી નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.
રેલી નિકળશેઃ કિસાન નેતા
ટ્રેક્ટર રેલીને લઈને કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢીને રહીશું, અમને કોણ રોકશે. દિલ્હી પણ કિસાનોની છે અને ગણતંત્ર દિવસ પણ કિસાનોનો છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે, પોલીસ કેમ રોકશે, અમે ટ્રેક્ટર પર આવી રહ્યાં છીએ અને કોઈને નુકસાન પહોંચાડવાના નથી.
કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, સરકાર કિસાનોની સાથે માત્ર વાત કરી રહી છે, કોઈ નિર્ણય લઈ રહી નથી. ઘણા કિસાનોને એનઆઈએ દ્વારા નોટિક મોકલવામાં આવી છે, જો આમ થયું તો બધા કિસાન એનઆઈએ ઓફિસ બહાર પ્રદર્શન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે