Farmers Protest: ખેડૂતોના સમર્થનમાં સંત રામ સિંહે કરી આત્મહત્યા, જાતે મારી ગોળી

સંત રામ સિંહે પોતાની સુસાઇટ નોટમાં આગળ લખ્યું 'અત્યારચાર સહન કરવો એ પણ પાપ છે, જોવું પણ પાપ છે અને તેને સહન કરવો પણ પાપ છે, હું ખેડૂત ભાઇઓને કહેવા માંગું છું કે હું આ સ્થિતિને જોઇ શકતો નથી.' 

Farmers Protest: ખેડૂતોના સમર્થનમાં સંત રામ સિંહે કરી આત્મહત્યા, જાતે મારી ગોળી

નવી દિલ્હી: દિલ્હી-હરિયાણા બોર્ડર (સિંધુ બોર્ડર) પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સામેલ સંત બાબા રામ સિંહ (Baba Ran Singh)એ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. કરનાલના સિંગડા ગુરૂદ્વારના સંત રામ સિંહે સિંધુ બોર્ડરના નજીક કુંડળી પાસે પોતાને ગોળી મારી દીધી છે. મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું કે ખેડૂતોના સમર્થનમાં સંત રામ સિંહે આત્મહત્યા કરી છે. તેમણે પોતાની ગાડીમાં બેસીને પિસ્તોલ વડે પોતાને ગોળી મારી દીધી છે. જાણકારી અનુસાર સંત રામ સિંહ દિલ્હી બોર્ડર પર ખેડૂતોને ધાબળા વહેંચવા ગયા હતા.  

પોતાને ગોળી મારતાં પહેલાં સંત રામ સિંહે સુસાઇડ નોટ લખી. જેમાં તેમણે લખ્યું કે ખેડૂતોનું દર્દ જોઇ શકાતું નથી. સંત રામ સિંહે પોતાની સુસાઇટ નોટમાં આગળ લખ્યું 'અત્યારચાર સહન કરવો એ પણ પાપ છે, જોવું પણ પાપ છે અને તેને સહન કરવો પણ પાપ છે, હું ખેડૂત ભાઇઓને કહેવા માંગું છું કે હું આ સ્થિતિને જોઇ શકતો નથી.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news