Farmers Protest: કૃષિ કાયદાને રદ કરવાથી કઈ પણ ઓછું સ્વીકારવું એ વિશ્વાસઘાત હશે-રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન વિશે નિવેદન આપતા કહ્યું કે કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે રદ કરવાથી જરાય ઓછું સ્વીકારવું એ ખેડૂતો સાથે વિશ્વાસઘાત જેવું રહેશે. રાહુલ ગાંધીએ આ વાત ગુરુવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતના બેકગ્રાઉન્ડમાં જણાવી. 
Farmers Protest: કૃષિ કાયદાને રદ કરવાથી કઈ પણ ઓછું સ્વીકારવું એ વિશ્વાસઘાત હશે-રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન વિશે નિવેદન આપતા કહ્યું કે કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે રદ કરવાથી જરાય ઓછું સ્વીકારવું એ ખેડૂતો સાથે વિશ્વાસઘાત જેવું રહેશે. રાહુલ ગાંધીએ આ વાત ગુરુવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતના બેકગ્રાઉન્ડમાં જણાવી. 

રાહુલ ગાંધીએ કહ્યું કે કૃષિ સંબંધિત કાળા કાયદાને સરકારે સંપૂર્ણ રીતે રદ કરવા જોઈએ. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કાળા કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે રદ કરવાથી જરાય ઓછું સ્વીકાર કરવું એ ભારત અને તેના ખેડૂતો સાથે વિશ્વાસઘાત રહેશે. 

— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2020

ખેડૂત આંદોલન અંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરી. પ્રિયંકાએ લખ્યું કે ભાજપ સરકારના મંત્રી અને નેતાઓ ખેડૂતોને દેશદ્રોહી જણાવી ચૂક્યા છે. આ આંદોલન પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર બતાવી ચૂક્યા છે. એમ પણ કહ્યું છે કે આંદોલન કરનારા ખેડૂતો નથી લાગતા. પરંતુ આજે વાતચીતમાં સરકારે ખેડૂતોને સાંભળવા પડશે. તેમણે દાવો કર્યો કે  ખેડૂત કાયદાના કેન્દ્રમાં ખેડૂત હશે, ભાજપના અબજપતિ મિત્રો નહીં. 

👉देशद्रोही बोल चुके हैं
👉आन्दोलन के पीछे इंटरनेशनल साजिश बता चुके हैं
👉आन्दोलन करने वाले किसान नहीं लगते बोल चुके हैं

लेकिन आज बातचीत में सरकार को किसानों को सुनना होगा। किसान कानून के केंद्र में किसान होगा न कि भाजपा के अरबपति मित्र।

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 3, 2020

પંજાબના CMએ ખેડૂત આંદોલનને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ગણાવ્યું
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો માટે આજનો દિવસ મહત્વનો છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે ખેડૂતોની વાતચીત હાલ ચાલુ છે. આ બધા વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. અત્રે જણાવવાનું કે ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યાં. પંજાબ સહિત દેશના અનેક રાજ્યોના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. 

અમરિન્દર બોલ્યા-જલદી નીકળે સમાધાન નહીં તો દેશની સુરક્ષાને જોખમ
ખેડૂત આંદોલન પર વાતચીત માટે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા. અમરિન્દર સિંહે શાહ સાથે મુલાકાત બાદ કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ચાલુ છે. તેમાં મારે કશું કરવાનું નથી. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે. મેં શાહ સાથેની મુલાકાતમાં મારો વિરોધ વ્યક્ત કર્યો છે અને આ મુદ્દે જલદી ઉકેલ લાવવાની માગણી કરી છે. આ સમસ્યાનું જલદી સમાધાન થવું જોઈએ કારણ કે તેનાથી મારા રાજ્યની આર્થિક સ્થિતિ અને દેશની સુરક્ષાને જોખમ છે. 

કૃષિમંત્રી બોલ્યા પરિણામની આશા
આ બાજુ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર સતત ખેડૂતો સાથે વાત કરી રહી છે. આજે ચોથા રાઉન્ડની વાતચીત છે. અમને કઈંક સકારાત્મક પરિણામની આશા છે. 

40 ખેડૂત નેતા વાતચીતમાં સામેલ
અત્રે જણાવવાનું કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત શરૂ થઈ ગઈ છે. બેઠકમાં 40 ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પિયુષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગરાજ્ય મંત્રી સોમ પ્રકાશ ખેડૂતો સાથે વાતચીત માટે વિજ્ઞાન ભવન પહોંચ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news