આંદોલન કરી રહેલા કિસાનોનો માફી પત્ર વાયરલ, લખ્યું- 'દુખ પહોંચાડવાનો હેતુ નથી, અમારી લાચારી છે'
નવા કૃષિ કાયદા (New Farm Laws) વિરુદ્ધ કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. સરકાર નવો કાયદો પરત લેવા તૈયાર નથી, તો કિસાન પાછળ હટવા તૈયાર નથી. આ વચ્ચે આંદોલનને કારણે ઘણા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કિસાનોએ લોકોના આ મુશ્કેલી સમજતા માફી પત્ર જાહેર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા (Farm Laws 2020) વિરુદ્ધ કિસાનોનું આંદોલન (Farmers Protest) યથાવત છે. દિલ્હી-એનસીઆરની સરહદો પર કિસાન પ્રદર્શન કરી રહ્યાં છે. શિયાળાની ઠંડી પણ તેના મનોબળને હલાવી શકતી નથી. તો કિસાનોના આંદોલનને કારણે સામાન્ય લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીને સમજતા કિસાનોએ લોકોની માફી માગી છે અને પોતાની મજબૂરી પણ વ્યક્ત કરી છે. કિસાનોનો આ માફીનામાનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કિસાનોનું માફીનામું
આ માફીનામું 'સંયુક્ત કિસાન મોર્ચા' સંગઠનનું જણાવવામાં આવી રહ્યું છે. માફીનામામાં લખ્યું છે, અમને લોકો અન્નદાતા કહે છે. પ્રધાનમંત્રી કહે છે કે અમારા માટે ત્રણ કાયદા ભેટ લઈને આવ્યા છે, અમે કહીએ કે આ ભેટ નહીં સજા છે. અમને ભેટ આપવી હોય તો પાકનું યોગ્ય મૂલ્ય આપવાની કાયદાકીય ગેરંટી (MSP) આપે.
'દાન નહીં, દામ જોઈએ'
પત્રમાં આગળ લખ્યું છે, 'બસ આ માંગને લઈને અમે દેશની રાજધાની દિલ્હીમાં જવા ઈચ્છીએ છીએ. અમારી વાત પ્રધાનંત્રી મોદીને કહેવા ઈચ્છીએ છીએ. સરકાર વાતચીતનો દેખાડો તો કરે છે, પણ સાંભળતી નથી. પત્રમાં લખવામાં આવ્યું છે કે, રસ્તા બંધ કરવા, જનતાને તકલીફ આપવી અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. અમે તો મજબૂરીમાં બેઠા છીએ. છતાં અમારા આંદોલનથી તમને કોઈ મુશ્કેલી થઈ રહી હોય તો અમે હાથ જોડીને માફી માગીએ છીએ. જો કોઈ બીમાર કે વૃદ્ધને કોઈ મુશ્કેલી હોય, એમ્બ્યુલન્સ રોકાય હોય અને કોઈ ઈમરજન્સી હોય તો મહેરબાની કરીને અમારા વોલેન્ટિયરનો સંપર્ક કરો જે તમારી તત્કાલ મદદ કરશે. હું એક કિસાન.'
મહત્વનું છે કે દિલ્હીમાં કિસાન આંદોલનને કારણે ઘણા રસ્તા બંધ છે. દિલ્હીના સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટિકરી બોર્ડર બંધ છે. રસ્તા બંધ હોવાને કારણે ઘણી જગ્યાએ ડાયવર્ઝન છે. જ્યાં રસ્તો ખુલો છે ત્યાં વધુ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આ વચ્ચે કિસાન એમ્બ્યુલન્સ કે જરૂરી સેવા માટે લોકોને રસ્તો આપી રહ્યાં છે. આ બધી મુશ્કેલીનો જોતા કિસાનોએ માફીનામું જારી કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે