Farmers Protest: લાલ કિલ્લો નહીં હવે દિલ્હી સરહદ પર ટ્રેક્ટર માર્ચ કાઢશે કિસાન, યુનિયને કરી જાહેરાત
ટ્રેક્ટર પરેડ માટે દિલ્હીની અલગ-અલગ સરહદો પર 50-60 હજાર ટ્રેક્ટર પહોંચી ગયા છે. કિસાનોનું કહેવું છે કે ટ્રેક્ટર રેલી શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટેના કમિટી વાળા નિર્ણયથી બધા કિસાન સંતુષ્ટ નથી.
Trending Photos
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાને લઈને કિસાન અને સરકાર બન્ને પક્ષો વચ્ચે હજુ સુધી સહમતિ બની શકી નથી. કિસાનોનું આંદોલન 50માં દિવસમાં પ્રવેશ કરી ગયું છે. આ વચ્ચે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીને લઈને કિસાન સંગઠનો તરફથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પ્રદર્શનકારી કિસાન 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ટ્રેક્ટર રેલી કાઢશે નહીં. ભારતીય કિસાન યુનિયન તરફથી કહેવામાં આવ્યું છે કે હવે કિસાન દિલ્હી બોર્ડર પર રેલી કાઢશે. ભારતીય કિસાન યુનિયન (રાજેવાલ સમૂહ)ના નેતા બલબીર સિંહ રાજેવાલે કિસાનોને એક ખુલા પત્રમાં સ્પષ્ટ કરી દીધું છે કે ટ્રેક્ટર માર્ચ માત્ર હરિયાણા-નવી દિલ્હી બોર્ડર પર થશે. તે લોકોનો લાલ કિલા પર ટ્રેક્ટર રેલી કાઢવાનો કોઈ ઈરાદો નથી. રાજેવાલે તે કિસાનોને પણ અલગાવવાદી તત્વોથી દૂર રહેવાનું કહ્યું છે જે લાલ કિલાની બહાર ટ્રેક્ટર માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હી બોર્ડર પર પહોંચ્યા 50-60 હજાર ટ્રેક્ટર
ટ્રેક્ટર પરેડ માટે દિલ્હીની અલગ-અલગ સરહદો પર 50-60 હજાર ટ્રેક્ટર પહોંચી ગયા છે. કિસાનોનું કહેવું છે કે ટ્રેક્ટર રેલી શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટેના કમિટી વાળા નિર્ણયથી બધા કિસાન સંતુષ્ટ નથી. કિસાનોએ દેશના અલગ-અલગ ભાગમાં લોહડી પર કૃષિ કાયદાની કોપી સળગાવી અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની અપીલ કરી છે.
દિલ્હીમાં ઘેટાં બકરી લઈને દાખલ થશું
મકડૌલી ટોલ પ્લાઝાની પાસે ધરણા પર બેઠેલા કિસાનોએ જાહેરાત કરી છે કે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ઘેટાં, બકરી, ગાય અને ભેંસ લઈને પ્રવેશ કરીશું. કિસાનોએ સ્પષ્ટ રીતે કહ્યું કે, ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ પણ કરીશું. ભારતીય કિસાન યુનિયન અંબાવતાના પ્રદેશ અધ્યક્ષ અનિલ નાંદલે કહ્યુ કે, 26 જાન્યુઆરીના દિલ્હી કૂચને લઈને ગામે ગામ જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
વિશ્વભરમાં જશે ખોટો સંદેશ
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યુ કે, ગણતંત્ર દિવસ આપણું રાષ્ટ્રીય પર્વ છે, જો કોઈ તેમાં વિઘ્ન પાડે તો વિશ્વમાં ખોટો સંદેશ જશે. કિસાન યુનિયનના નેતાઓને આગ્રહ છે કે તે સમજે. હજુ પણ તેણે આ નિર્ણય પરત લઈ લેવો જોઈએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હું કિસાન ભાઈઓને કહેવા ઈચ્છીશ કે સુપ્રીમ કોર્ટે જે કમિટી બનાવી છે તે નિષ્પક્ષ છે. તેની સામે પોતાના મુદ્દા રાખે જેથી કોર્ટ નિર્ણય કરી શકે. હવે જે પણ નિર્ણય થશે તે કોર્ટની અંદર થશે. સરકાર માત્ર આગ્રહ કરી શકે છે.
દિલ્હી પોલીસે દાખલ કરી હતી એફિડેવિડ
કેન્દ્રએ દિલ્હી પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિડ દાખલ કરી હતી, જેમાં ગણતંત્ર દિવસના દિવસે ટ્રેક્ટર-ટ્રોલી/વાહન માર્ચ કે કોઈપણ રૂપમાં પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. કેન્દ્રએ કહ્યું, સમારોહમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન માત્ર કાયદો-વ્યવસ્થા અને જાહેર હિત વિરુદ્ધ હશે, પરંતુ રાષ્ટ્ર માટે એક શરમજનક હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે