Farmers Protest: ખેડૂતો સાથેની સરકારની વાતચીત નિષ્ફળ ગઈ, આજે 'ભારત બંધ', જાણો 10 લેટેસ્ટ અપડેટ
Bharat Bandh: સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આજે દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે જેને ગ્રામીણ ભારત બંધનું નામ અપાયું છે. બંધ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન કેન્દ્રીય ટ્રેડ યુનિયમો દ્વારા સમર્થિત કિસાનો દેશભરના પ્રમુખ સ્થળો પર રસ્તાઓ જામ કરી શકે છે.
Trending Photos
ટેકાના ભાવ (MSP)ની ગેરંટી અંગે કાયદાની માંગણી કરી રહેલા ખેડૂત સંગઠનોએ મજૂર યુનિયનો સાથે મળીને આજે ભારત બંધ (ગ્રામીણ)નું આહ્વાન કરેલું છે. આ બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4 વાગ્યા સુધી રહેશે. આ અગાઉ પંજાબમાં અનેક જગ્યાઓ પર ખેડૂતો ગુરુવારે પાટાઓ પર બેસી ગયા. બે ટ્રેનો રદ કરાઈ. 6 ટ્રેનોને લુધિયાણા-સાહનેવાલ-ચંડીગઢ રૂટથી ચલાવવા માટે ડાયવર્ટ કરાઈ છે. બે ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ. દિલ્હી-અમૃતસર રૂટ પર કેટલીક ટ્રેનોને બીજા રસ્તે મોકલવામાં આવી. ખેડૂતોએ અનેક ટોલપ્લાઝા ઉપર પણ ધરણા ધર્યા અને અધિકારીઓ પર મુસાફરો પાસેથી ટોલ ટેક્સ ન લેવા માટે દબાણ કર્યું.
સરકાર સાથે વાતચીત નિષ્ફળ
ખેડૂતોની સરકાર સાથે બેઠક 15 ફેબ્રુઆરીના રોજ રાતે 8.30 વાગે શરૂ થઈ અને પાંચ કલાક બાદ લગભગ 1.30 વાગે પૂરી થઈ. કેન્દ્રીય મંત્રી અર્જૂન મુંડાએ કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનો સાથે વાતચીત ખુબ સારા માહોલમાં સકારાત્મક ચર્ચા થઈ છે. ખેડૂતો સંગઠનોએ જે વિષયો પર કહ્યું છે તેને ગંભીરતાથી લેતા વિસ્તારપૂર્વક ચર્ચા થઈ. આગામી બેઠક રવિવારે થશે અને આગળની ચર્ચા ચાલુ રખાશે. અમે શાંતિપૂર્ણ રીતે સમાધાન શોધીશું અને આ બેઠકને હું ખુબ સકારાત્મક માનું છે.
આ વાતચીતમાં કિસાન નેતા MSP થી નીચે માનવા તૈયાર થયા નહીં. જેના કારણે બેઠકમાં કોઈ સહમતિ બની નહી. કિસાન નેતાઓએ વાર્તા દરમિયાન મંત્રીઓને કહ્યું કે દેખાવકારો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. દિલ્હી બોર્ડર પર અમારું ઈન્ટરનેટ બંધ કરી દેવાયું. ખેડૂતોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવાયા. ખેડૂતોએ મીટિંગમાં પરાલીથી થતા પ્રદૂષણનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ખેડૂતોની જમીન પર પરાલી બાળવાના કારણે રેડ એન્ટ્રીમાં ન નાખવામાં આવે. મંત્રી પીયુષ ગોયલ, અર્જૂન મુંડા અને નિત્યાનંદ રાયે તેમની વાતો ધ્યાનથી સાંભળી અને આંદોલન ખતમ કરવાની અપીલ કરી. પરંતુ ખેડૂત નેતાઓએ એમએસપી પર લેખિત ગેરંટી ન મળવા સુધી પાછળ હટવાનો ઈન્કા કરી દીધો. જો કે કેન્દ્ર સરકાર અને ખેડૂત યુનિયનો વચ્ચે બેઠક પૂરી થયા બાદ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે. અમે કોઈ છેડછાડ કરીશું નહીં. અમારા તરફથી કશું કરવામાં આવશે નહીં. આ અમે ખેડૂતોને પણ અપીલ કરીશું. સરકારે બેઠક બોલાવી છે, અમે ત્યાં સુધી રાહ જોઈશું. રવિવારે જો કોઈ સકારાત્મક પરિણામ નહીં નીકળે તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું.
દેશ વ્યાપી હડતાળ
સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આજે દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે જેને ગ્રામીણ ભારત બંધનું નામ અપાયું છે. બંધ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન કેન્દ્રીય ટ્રેડ યુનિયમો દ્વારા સમર્થિત કિસાનો દેશભરના પ્રમુખ સ્થળો પર રસ્તાઓ જામ કરી શકે છે. પંજાબમાં અનેક રાજ્ય અને રાષ્ટ્રીય રાજમાર્ગ ચાર કલાક માટે બંધ રહેશે.
શું થશે અસર જાણો ટોપ 10 અપડેટ
1. સંયુક્ત કિસાન મોરચા મુજબ ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4 વાગ્યા સુધી રહેશે. ખેડૂતોનું કહેવું છે કે બંધ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ, પ્રાઈવેટ ઓફિસો, ગામડાની દુકાનોની સાથે સાથે કૃષિ ગતિવિધિઓ અને મનરેગા હેઠળ કામ પણ બંધ રહેશે.
2. બંધ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રિયલ એક્ટિવિટીઓ પણ બંધ રખાશે. ખેડૂત સંગઠનોના કહેવા મુજબ બંધ દરમિયાન એમ્બ્યુલન્સ, લગ્નવાળા વાહનો, પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ, મેડિકલ દુકાનો પ્રભાવિત નહીં થવા દે.
3. બેંક ખુલ્લી રહેશે અને સામાન્ય રીતે કામ કરશે. ભારતીય રિઝર્વ બેંકના અવકાશ મેટ્રેક્સમાં પણ કહેવાયું છે કે બેંકો ખુલ્લી રહેશે. ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં બેંક 10 દિવસ બંધ રેહવાની છે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તથા રવિવારની રજાઓ સામેલ છે.
4. ખેડૂતો દેશભરમાં રસ્તાઓ જામ કરવા માંગે છે. ભારત બંધ દરમિાયન કિસાનો પંજાબ રોડવેઝને ચાર કલાક માટે બંધ કરવા માંગે છે.
5. ખેડૂતોના બંધ બાદ યુપી ગેટ પર ચોક્સાઈ વધી ગઈ છે. એવું કહેવાય છે કે ખેડૂતો આ દિવસે બોર્ડર પર જરૂર પહોંચશે.
6. ભારત બંધમાં ભાગ લેનારા સરકારી કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનોએ ગત પેન્શન યોજનાને સમાપ્ત કરીને તથા આઠમા પગાર પંચની સ્થાપના કરવાના પોતાના ઈરાદાને જાહેર કર્યો છે.
7. બંધ અંગે દિલ્હી એનસીઆરમાં લોકલ પ્રશાસન સતર્ક બન્યું છે. જ્યાં એકબાજું સંવેદનશીલ વિસ્તારો અને દિલ્હી સંલગ્ન બોર્ડર પર પોલીસ સુરક્ષા કડક કરી છે.
8. કિસાન મોરચાના આહ્વાન પર શુક્રવારે થનારા ભારત બંધની અસર હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ કૃષિ ગતિવિધિઓ, મનરેગા તથા ગામડાના કામકામજ બંધ રહેશે.
9. રાકેશ ટિકૈતે કહ્યું છે કે ગ્રામીણ ભારત બંધ કરાવવાની અપીલ કરાઈ છે. ખેડૂતોને અપીલ કરી છે કે 16 ફેબ્રુઆરીના રોજ શેરડીનું કામકાજ બંધ રાખે. આ દિવસે તેઓ ખેતરોમાં ન જાય. વેપારીઓ પણ દુકાનો બંધ રાખે.
10. આંદોલનકારી સંગઠને નાગરિકોને જરૂરી સેવાઓને અસર ન પહોંચે તેવું આશ્વાસન આપ્ુયં છે. ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી એમ્બ્યુલન્સ અને સ્વાસ્થ્ય સેવાઓ પર તેની કોઈ અસર ન પડે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે