Farmers Protest: કૃષિ મંત્રીએ 3 ડિસેમ્બરના રોજ ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા, કરી આ અપીલ

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ ખેડૂતોને આંદોલન ન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે 'હું મારા ખેડૂત ભાઇઓને અપીલ કરવા માંગું છું કે તે આંદોલન ન કરે.

Farmers Protest: કૃષિ મંત્રીએ 3 ડિસેમ્બરના રોજ ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા, કરી આ અપીલ

નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ ખેડૂતોને આંદોલન ન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે 'હું મારા ખેડૂત ભાઇઓને અપીલ કરવા માંગું છું કે તે આંદોલન ન કરે. અમે દરેક મુદ્દે વાત કરવા અને મતભેદોને ઉકેલવા માટે તૈયાર છું. મને વિશ્વાસ છે કે અમારા સંવાદનું સકારાત્મક પરિણામ હશે.'

આ દરમિયાન પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)એ ટ્વીટ કરીને હરિયાણા (Haryana)ની ખટ્ટર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે 'પંજાબમાં ખેડૂતો સમસ્યા વિના શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હરિયાના સરકાર બળનું બળના સહારાને લઇને તેમણે કેમ ઉશ્કેરી રહ્યા છે? શું ખેડૂતોને સાર્વજનિક રાજમાર્ગથી શાંતિપૂર્વક પસાર થવાનો અધિકાર નથી? 

— ANI (@ANI) November 26, 2020

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કૃષિ કાયદાઓને લઇને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો પ્રદર્શન કરતાં સતત દિલ્હી તરફથી વધી રહ્યા છે. આ બાબત કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહે કહ્યું કે ત્રણ ડિસેમ્બરના રોજ ખેડૂતો સાથે વાત કરવામાં આવશે. કૃષિ મંત્રીએ પણ કહ્યું કે નવા કૃષિ કાયદો સમયની જરૂર છે. અમે પંજાબમાં સચિવ સ્તર પર ખેડૂત ભાઇઓની ખોટી ધારણાને દૂર કરવાને લઇને વાત કરી છે. 
 
તો બીજી તરફ ખેડૂતોના આંદોલને લઇને દિલ્હીમાં વિશેષ સાવધાની વર્તવામાં આવી રહી છે. મેટ્રો સેવામાં દરમિયાનગિરી કરવી પડી અને બોર્ડર પર પણ પોલીસબળ તૈનાત કરવામાં આવી છે. 

— Capt.Amarinder Singh (@capt_amarinder) November 26, 2020

પંજાબમાં રાજકીય દળો પર આક્રોશ
પંજાબથી નિકળેલા ખેડૂતોને શંબૂ બોર્ડર પર લંગર ખાધું, તેમને આશા છે કે રાત્રે લંગર દિલ્હીમાં તૈયાર કરશે. ખેડૂતોએ કહ્યું કે તમામ રાજકીય પાર્ટીઓ એક જેવી છે. કોઇ ખેડૂતો વચ્ચે ન પડ્યું ફક્ત નિવેદનબાજી કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news