Farmers Protest: ખેડૂતોની મોટી જાહેર- 8 તારીખે ભારત બંધ, પાછી પાની કરીશું નહી
શુક્રવારે ખેડૂતો નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikat)એ કહ્યું કે ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં 8 ડિસેમ્બરના રોજ એક દિવસીય ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: પોતાની માંગોને લઇને ગત 9 દિવસથી દિલ્હી બોર્ડર (Delhi Border)પર બેઠેલા પંજાબ અને હરિયાણા (Punjab And Haryana)ના ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી દીધી છે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે કાલે અમે સરકારને સ્પષ્ટ કહી દીધું હતું કે કૃષિ કાયદાને પરત લેવામાં આવે અને નવા કાયદા બનાવવામાં આવે. શુક્રવારે ખેડૂતો નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikat)એ કહ્યું કે ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં 8 ડિસેમ્બરના રોજ એક દિવસીય ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે.
સંયુક્ત ખેડૂત મોરચાના હરિંદર સિંહ લખોવાલ (Harinder Singh Lakhowal)એ કહ્યું કે 5 ડિસેમ્બરની બેઠકમાં જો સરકાર અમારી વાતો સ્વિકારતી નથી તો અમે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધ કરશે. લખોવાલે કહ્યું કે દેશભરના ખેડૂત દિલ્હી આવવા માટે તૈયાર. તેમણે કહ્યું કે પંજાબના તમામ ખેડૂતોની સાથે દેશભરના ખેડૂતોની મીટીંગ થઇ છે. જેમાં આ નક્કી કરવામાં આવ્યું છે કે જો અમારી માંગોને સ્વિકારવામાં નહી આવે તો ભારત બંધ કરશે. તેમણે કહ્યું કે અમે આ કાયદાને પરત ખેંચાવીને જ ધરણા ખતમ કરીશું.
One-day Bharat Bandh has been called on December 8 to protest against the three farm laws. Tomorrow, we will attend the meeting called by the government: Farmer leader Rakesh Tikat at Ghazipur (Delhi)-Ghaziabad (UP) border pic.twitter.com/yCqRNtYDfy
— ANI (@ANI) December 4, 2020
ખેડૂતોએ તૈયાર કર્યો પ્લાન
લખોવાલે કહ્યું કે 5 ડિસેમ્બરના રોજ સરકારે પૂતળા સળગાવવામાં આવશે. 7 તારીખના રોજ મેડલ પરત કરવામાં આવશે. 8 તારીખના રોજ ભારત બંધ કરવાનો પ્લાન છે. તેમણે કહ્યું કે તમામ નાકા બંધ કરવામાં આવશે. આ અમારી લાંબી લડાઇ છે. સરકાર વિધાનસભા સત્ર બોલાવે અને આ કાયદાને રદ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે