PM મોદીની સભામાં પકડાયો નકલી NSG જવાન, સેના-આઈબી સહિત અનેક એજન્સીઓ કરી રહી છે તપાસ

સેના, આઈબી, દિલ્લી પોલીસ અને પીએમ સુરક્ષા અધિકારી જેવી અનેક એજન્સીઓ શંકાસ્પદની જાણકારીની તપાસ કરી રહી છે કે તે વીવીઆઈપી સેક્શનમાં જવાનો પ્રયાસ કેમ કરી રહ્યો હતો.
 

PM મોદીની સભામાં પકડાયો નકલી NSG જવાન, સેના-આઈબી સહિત અનેક એજન્સીઓ કરી રહી છે તપાસ

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ મુંબઈમાં હતા. અહીંયા તેમણે લગભગ 38,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો. જાણકારી પ્રમાણે MMRDA મેદાનમાં આયોજિત પીએમના કાર્યક્રમમાં એક વ્યક્તિ NSGનું નકલી ઓળખપત્ર બતાવીને ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે શંકા જતાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

નવી મુંબઈનો રહેવાસી છે રામેશ્વર મિશ્રા:
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલ આરોપી 35 વર્ષના રામેશ્વર મિશ્રા નવી મુંબઈનો રહેવાસી છે. તે ભારતીય સેનાની ગાર્ડ્સ રેજીમેન્ટનો હોવાનો દાવો કરી રહ્યો છે. પોલીસ હવે આ મામલામાં તપાસ કરી રહી છે. ત્યારે સેના, આઈબી, દિલ્લી પોલીસ અને પીએમ સુરક્ષા અધિકારી જેવી અનેક એજન્સીઓ શંકાસ્પદની જાણકારીની તપાસ કરી રહી છે કે તે વીવીઆઈપી સેક્શનમાં જવાનો પ્રયાસ કેમ કરી રહ્યો હતો.

4500 પોલીસ કર્મચારી સુરક્ષામાં હતા તહેનાત:
પીએમની સુરક્ષા માટે 4500 પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે. તે સિવાય રાજ્ય રિઝર્વ પોલીસ બળની ચાર ટુકડીઓ અને હિંસા વિરોધી ટીમ માટે રેપિડ એક્શન ફોર્સને તહેનાત કરવામાં આવી હતી. પીએમના આગમનને લઈને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ અને આજુબાજુના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરી દેવામાં આવ્યો હતો. તે સિવાય કેટલાક રસ્તા પર વાહનોની અવરજવર રોકી દેવામાં આવી હતી.

પીએમ મોદીએ 2 નવી મેટ્રો લાઈનનું ઉદ્ધાટન કર્યુ:
પીએમ મોદીએ ગુરુવારે મુંબઈના પ્રવાસે બે નવી મુંબઈ મેટ્રો લાઈનનું ઉદ્ધાટન કર્યુ. તેમણે મુંબઈ મેટ્રોના 2A અને 7 રૂટના બીજા તબક્કાનું ઉદ્ધાટન કર્યુ છે. તેને 12,600 કરોડ રૂપિયાના ખર્ચથી તહેનાત કરવામાં આવ્યું છે. આ લાઈન અંધેરીથી દહીંસર સુધી 35 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરમાં ફેલાયેલી છે. 18.6 કિલોમીટર લાંબી મેટ્રો લાઈન 2A દહીંસરને 16.5 કિલોમીટર લાંબા ડીએન નગરને જોડે છે. જ્યારે મેટ્રો લાઈન 7 અંધેરીને દહીંસર સાથે જોડે છે. પીએમ મોદીએ આ મેટ્રો લાઈનની આધારશિલા 2015માં રાખી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news