Dating App For Married People: પરણિત પુરુષો અને મહિલાઓમાં લોકપ્રિય બની આ એપ! અફેર વધવાનું મોટું કારણ?
Dating App For Married People: આ એપ પોતાના માર્કેટિંગમાં કહે છે કે આ એપને મહિલાઓએ જ પરણિત મહિલાઓ માટે તૈયાર કરી છે. માર્કેટિંગમાં કંપની જણાવે છે કે પરણિત મહિલાઓ આ એપને કોઈ પણ ડર વગર ઉપયોગ કરી શકે છે.
Trending Photos
Dating App For Married People: તમે ટિન્ડર, આઈલ અને બંબલ જેવી ડેટિંગ એપ વિશે તો સાંભળ્યું હશે. આ ડેટિંગ એપ એક પ્રકારે 21મી સદીમાં છોકરાઓ અને છોકરીઓને મેળવનારી વ્યવસ્થા છે જેમાં પરિવાર સામેલ હોતો નથી. તેમાં સીધી રીતે છોકરો કે છોકરી એક બીજા તરફ મિત્રતાનો હાથ આગળ વધારે છે. અને જો વાત જામી જાય તો લાંબા સમય સુધી સાથે રહે છે, નહીં તો આ એક FLING બનીને રહી જાય છે. જો તમે છોકરા કે છોકરીઓ વચ્ચેના આ ચલણમાં આવેલા શબ્દ FLING ને નથી સમજતા તો ચોક્કસપણે GEN Z તમને 70 કે 80ના દાયકામાં જન્મ લેનારા વ્યક્તિ તરીકે જોતો હશે.
FLING શબ્દનો અર્થ તમને ખબર છે?
કોઈ પણ યુવતી કે યુવક વચ્ચે થોડા સમય માટે થયેલી મિત્રતા કે સંબંધને આજકાલની જનરેશન FLING કહે છે. બની શકે કે તમારા માટે આ શબ્દ નવો અને રોમાંચક હોય પરંતુ આજકાલ આ ખુબ સામાન્ય છે. એટલું જ નહીં આજકાલ ઘણું બધું એવું કોમન બની ગયું છે જે અત્યાર સુધી સમાજના રૂઢીવાદી લોકો પાપ સમજતા હતા. આવો જ એક સંબંધ છે એક્સ્ટ્રા મેરિટલ અફેર એટલે કે લગ્નેત્તર સંબંધ.
એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ માટેની એપ
આ વિષય પર વાત કરવી પણ આપણા સમાજના અનેક લોકોને પાપ જેવું લાગે છે. પરંતુ આજે અમે તમને આ વિશે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે આ મુદ્દે એક ચોંકાવનારી વાત સામે આવી છે. અમે તમને હમણા જ જણાવ્યું કે યુવતીઓ અને યુવકો વચ્ચે ડેટિંગ એપનું ચલણ ખુબ છે. પરંતુ હવે આપણા દેશમાં એક એવી ડેટિંગ એપ ચાલે છે જે પરણિત લોકો માટે છે. આ એપનો હેતુ એકસ્ટ્રા મેરિટલ રિલેશનશીપ છે.
લગ્નેત્તર સંબંધને મળી રહ્યું છે પ્રોત્સાહન
વિચારો આપણઆ દેશમાં અત્યાર સુધી ડેટિંગ એપને ફક્ત યુવાઓનો જ ફુલ સપોર્ટ મળ્યો છે તેમના માતા પિતાનો નહીં. પરંતુ આ દેશમાં GLEEDEN નામની એક એવી એપ પણ છે જેના યૂઝર્સ એવા પરણિત લોકો છે જે પોતાની પત્ની કે પતિથી ખુશ નથી અને તેઓ લગ્નેત્તર સંબંધ રાખવા માટે ઈચ્છુક છે. આ ડેટિંગ એપ લગ્નથી નાખુશ હોય તેવા લોકોને એકબીજા સાથે મિલાવવા માટે બનાવવામાં આવી છે.
ફ્રાન્સમાં લોકપ્રિય છે
આ એપ વિશે વધુ લોકો જાણતા નથી કારણ કે આ મોબાઈલ એપ્લિકેશન અત્યાર સુધી ફ્રાન્સમાં જ લોકપ્રિય હતી. ફ્રાન્સમાં GLEEDEN નામની આ એપ બનાવવામાં આવી છે. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે ફ્રાન્સમાં બનેલી આ એપ ભારતમાં કેવી રીતે આવી ગઈ અને અચાનક અમે આ એપની વાત કેમ કરી રહ્યા છીએ. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ એપ વર્ષ 2017માં ભારતમાં લોન્ચ થઈ હતી.
20 લાખ ભારતીય યૂઝર
આજે ફ્રાન્સની આ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ GLEEDEN ના કુલ યૂઝર્સ એક કરોડ જેટલા છે. જેમાંથી 20 ટકા તો ભારતીય યૂઝર્સ છે. એટલે કે કુલ 1 કરોડ નાખુશ પરણિતોમાંથી 20 લાખ લોકો તો ભારતીય છે. કંપનીનું કહેવું છે કે સપ્ટેમ્બર 2022થી લઈને અત્યાર સુધીમાં GLEEDEN એપના યૂઝર્સ લગભગ 11 ટકા સુધી વધ્યા છે. તેનો અર્થ એ છે કે એકસ્ટ્રા મેરિટલ ડેટિંગની એપની લોકપ્રિયતા ભારતીયોમાં ઝડપથી વધી છે.
GLEEDEN ના 66 ટકા યૂઝર્સ દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, કોલકાતા જેવા ટિયર-1 એટલે કે મોટા શહેરોના છે. એટલું જ નહીં 34 ટકા યૂઝર્સ ટિયર-2 કે ટિયર-3 શહેરોના પણ છે, એટલે કે મેરઠ, લખનઉ, ભોપાલ, હૈદરાબાદ અને નાગપુર જેવા નાના શહેરોમાં પણ આ એપના યૂઝર્સ છે. આ એપના યૂઝર્સમાં વર્કિંગ લોકો વધુ છે. જેમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, મેનેજર્સ, જેવા પ્રોફાઈલવાળા લોકો પણ છે. ચોંકાવનારી વાત એ છે કે યૂઝર્સમાં મોટી સંખ્યામાં હાઉસ વાઈફ પણ છે.
આ આંકડા જોઈને તમે સમજી ગયા હશો કે એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ GLEEDEN ભારતીયોમાં ખુબ લોકપ્રિય છે. આ ચોક્કસપણે એવા યૂઝર્સ હશે તે પોતાના લગ્નજીવનથી ખુશ નહીં હોય. આ એપ પોતાના માર્કેટિંગમાં કહે છે કે આ એપને મહિલાઓએ જ પરણિત મહિલાઓ માટે તૈયાર કરી છે. માર્કેટિંગમાં કંપની જણાવે છે કે પરણિત મહિલાઓ આ એપને કોઈ પણ ડર વગર ઉપયોગ કરી શકે છે.
પરણિત મહિલાઓના એકસ્ટ્રા મેરિટલ ડેટિંગનો ખ્યાલ રાખીને બનાવવામાં આવેલી આ એપની અસર કહો કે પછી કઈ બીજુ, પણ વર્ષ 2019માં આ કંપનીના એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી હતી. બની શકે કે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી અનેક લોકો સહમત ન પણ હોય. પરંતુ આ એપે પોતાના સર્વનો જે ડેટા બહાર પાડ્યો છે તે મુજબ મોટી સંખ્યામાં પરણિત મહિલાઓ પોતાના સાથીને દગો કરે છે.
GLEEDEN એપ મુજબ તેમના સૌથી વધુ એક્ટિવ યૂઝર્સ બેંગ્લુરુ શહેરના છે. કંપનીના જણાવ્યાં મુજબ બેંગ્લુરુના યૂઝર્સ દરરોજ સરેરાશ દોઢ કલાક આ મોબાઈલ એપ પર વીતાવે છે. મોટાભાગના યૂઝર્સ બપોરે 12થી 3 વાગ્યા અને રાતે 10થી 12 વાગ્યાની વચ્ચે મોબાઈલ એપનો ઉપયોગ કરે છે. સર્વેમાં યૂઝર્સને દગો કરવાનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું.
70 ટકા મહિલાઓનું માનવું છે કે તેમણે દગો એટલા માટે કર્યો કારણ કે તેમના પતિ ઘરકામમાં સાથ આપતા નથી. 72 ટકા ભારતીયોના પતિ કે પત્નીને દગો કરવા મામલે કોઈ પસ્તાવો નથી. 40 ટકા મહિલાઓનું માનવું છે કે અજાણી વ્યક્તિ સાથે ડેટિંગ કરવાના કારણે પતિ સાથે સંબંધોમાં સુધારો થયો છે.
તેનો અર્થ છે કે એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના યૂઝર્સને તેમના વિચાર પૂછવામાં આવ્યા તો તેમણે પોતાના તરફથી ઘણું એવું જણાવ્યું કે જે તેમના મુજબ યોગ્ય હતું. જો કે આ સર્વેમાં યૂઝર્સને એ નહતું પૂછાયું કે જો પાર્ટનર પણ આવી એપનો ઉપયોગ કરતો જણાય તો તેમની પ્રતિક્રિયા કેવી હશે. અમે પણ વિશેષજ્ઞોને પૂછ્યું કે આખરે એવું તે કયું કારણ છે કે જે કોઈ મહિલા કે પુરુષને લગ્નજીવનમાં દગો કરવા માટે મજબૂર કરે છે.
ભારતીય પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે વિવાહ એક પવિત્ર સંબંધ છે, જેમાં છોકરો કે છોકરી જ નહીં પરંતુ તેમના પરિવારો પણ સંબંધ સાથે જોડાય છે. આ એક એવું માધ્યમ છે જેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે. પરંતુ જે પ્રકારે સમય ક્યારેય એક જેવો રહેતો નથી બરાબર તે જ રીતે કોઈ પણ પરણિત હોય તેના લગ્નજીવનમાં પણ પ્રેમ એક જેવો રહેતો નથી.
GLEEDEN ની વાત કરીએ તો એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ ઉપલબ્ધ કરાવતી આ મોબાઈલ એપ પરણિત મહિલાઓ અને પુરુષોને તેમની દબાયેલી ઈચ્છાઓને સામે લાવવા માટે મંચ આપી રહ્યું છે. તમારામાંથી અનેક લોકો એ જાણવા માંગતા હશે કે એકસ્ટ્રા મેરિટલ રેલિશન રાખનારી વ્યક્તિઓ પર શું કાર્યવાહી થઈ શકે તો તમને જણાવી દઈએ કે 2018 સુધી લગ્નેત્તર સંબંધ રાખો તો કલમ 497 હેઠળ કેસ દાખલ થતો હતો. આ કાયદો લગભગ 158 વર્ષ જૂનો હતો. જેમાં પરણિત મહિલાની સાથે સંબધ રાખો તો પુરુષના વિરુદ્ધ કેસ દાખલ થતો હતો. પરંતુ આ કાયદાને 2018માં ખતમ કરી દેવાયો.
આ વીડિયો પણ જુઓ....
આજે લગ્નેત્તર સંબંધ રાખો તો કોઈ પણ પરણિત મહિલા કે પુરુષને કોઈ પણ પ્રકારની સજાની જોગવાઈ નથી. જો કે પરણિત મહિલા કે પુરુષ જો કોઈ અન્ય સાથે સંબંધ રાખે તો તે મામલો તલાકનું મોટું કારણ બને છે. તેનો અર્થ એ કે GLEEDEN જેવી એપ જે પરણિત મહિલાઓ અને પુરુષોને એકસ્ટ્રા મેરિટલ ડેટિંગનો મંચ આપી રહી છે તે આ પ્રકારના સંબંધોને પ્રોત્સાહન આપે છે. કાયદાકીય રીતે એકસ્ટ્રા મેરિટલ સંબંધ રાખનારા પુરુષ કે મહિલા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે