આ 3 રાજ્યોમાં છૂપાયેલું છે NDAની સફળતાનું મોટું રહસ્ય, પરંતુ એક્ઝિટ પોલ કરી રહ્યાં છે ભ્રમિત!

લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાના મતદાન બાદ જેટલા પણ એક્ઝિટ પોલ બહાર પડ્યા તેના તારણોમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએને શાનદાર બહુમતી મળતી દર્શાવી છે. પરંતુ એક્ઝિટ પોલના પરિણામો એક રીતે અનેક સવાલો પણ ઊભા કરી રહ્યાં છે. હકીકતમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ અટકળો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાને લઈને થઈ રહી છે. આ ત્રણેય રાજ્યોને લઈને તમામ એક્ઝિટ પોલ વહેંચાયેલા છે. સૌથી મજેદાર સ્થિતિ ઉત્તર પ્રદેશની છે. અહીં મુખ્ય મુકાબલો મહાગઠબંધન અને ભાજપ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. પરંતુ એક્ઝિટ પોલમાં તેને લઈને મોટો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. 
આ 3 રાજ્યોમાં છૂપાયેલું છે NDAની સફળતાનું મોટું રહસ્ય, પરંતુ એક્ઝિટ પોલ કરી રહ્યાં છે ભ્રમિત!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાના મતદાન બાદ જેટલા પણ એક્ઝિટ પોલ બહાર પડ્યા તેના તારણોમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએને શાનદાર બહુમતી મળતી દર્શાવી છે. પરંતુ એક્ઝિટ પોલના પરિણામો એક રીતે અનેક સવાલો પણ ઊભા કરી રહ્યાં છે. હકીકતમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ અટકળો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાને લઈને થઈ રહી છે. આ ત્રણેય રાજ્યોને લઈને તમામ એક્ઝિટ પોલ વહેંચાયેલા છે. સૌથી મજેદાર સ્થિતિ ઉત્તર પ્રદેશની છે. અહીં મુખ્ય મુકાબલો મહાગઠબંધન અને ભાજપ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. પરંતુ એક્ઝિટ પોલમાં તેને લઈને મોટો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. 

યુપીની વાત કરીએ...
2014ની લોકસભા ચૂંટણીમાં 80 સીટો વાળા યુપીમાં એનડીએને 73 સીટો મળી હતી. પરંતુ બદલાયેલા રાજકીય સમીકરણોમાં આ રાજ્યમાં ભાજપ માટે પાંચ વર્ષનું પ્રદર્શન દોહરાવવું એ પડકારભર્યું છે. યુપીને લઈને તમામ એક્ઝિટ પોલ વહેંચાયેલા છે. અહીં ભજાપને 33થી લઈને 68 સુધીની સીટો અપાઈ રહી છે. એક્ઝિટ પોલના તારણોમાં ઉતાર ચઢાવ ભ્રમિત કરનારા છે. આ રાજ્યમાં ન્યૂઝએક્સ નેતા અને એબીપી નીલ્સને 33-33 સીટો આપી છે. જ્યારે ટાઈમ્સ નાઉ વીએમઆરએ 58, ન્યૂઝ 24 ચાણક્યએ 65, રિપબ્લિક સી વોટરે 38, ઈન્ડિયા ટુડે એક્સિસએ 62-68 સીટોન મળી શકે છે તેમ કહ્યું છે. જ્યારે ન્યૂઝ 18 આઈપીએસઓએસએ 60-62 સીટો આપી છે. આ રાજ્યમાં મહાગઠબંધનને ટાઉમ્સ નાઉએ 20, ન્યૂઝ 24એ 13, રિપબ્લિકે 40, ઈન્ડિયા ટુડેએ 0-7, ન્યૂઝ 18એ 17-19, અને ન્યૂઝ એક્સે 43 બેઠકો આપી છે. 

જુઓ LIVE TV

પશ્ચિમ બંગાળ
આવી જ કઈંક હાલત પશ્ચિમ બંગાળની છે. 42 બેઠકોવાળા આ રાજ્યમાં મુખ્ય મુકાબલો ટીએમસી અને ભાજપ વચ્ચે છે. ભાજપ આ રાજ્યમાં 23 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યો છે. પરંતુ એક્ઝિટ પોલના પરિણામો ભ્રમિત કરનારા છે. આ રાજ્યમાં એક્ઝિટ પોલ ભાજપને 3થી લઈને 22 સીટો આપી રહ્યાં છે. ટાઈમ્સ નાઉ વીએમઆરએ ભાજપને 11, ન્યૂઝ 24 ચાણક્યએ 18, રિપબ્લિક સી વોટરે 11, ઈન્ડિયા ટુડે એક્સિસે 19-22, ન્યૂઝ 18 આઈપીએસઓએસએ 3-5 અને એબીપી નીલ્સને 16 બેઠકો આપી છે. બીજી બાજુ ટીએમસીને 19થી લઈને 38 સીટો મળતી બતાવી છે. ટીએમસીને ટાઈમ્સ નાઉએ 29, ન્યૂઝ 24એ 23, રિપબ્લિકે 29, ઈન્ડિયા ટુડેએ 19-23, ન્યૂઝ 18એ 36-38 અને એબીપીએ 24 સીટો આપી છે. 

ઓડિશા
21 લોકસભાવાળું ઓડિશા પણ  લોકસભા ચૂંટણીમાં ખુબ ચર્ચાઓમાં રહ્યું. આ રાજ્યમાં ભજાપને શૂન્યથી લઈને 14 સીટો મળી રહેલી બતાવી છે. જ્યારે બીજેડીને 7થી લઈને 19 સીટો મળતી બતાવાઈ રહી છે. આ રાજ્યમાં ટાઈમ્સ નાઉ વીએમઆરએ ભાજપને 12, ન્યૂઝ 24 ચાણક્યએ 14, રિપબ્લિક સી વોટરે 10, ઈન્ડિયા ટુડે એક્સિસે શૂન્ય અને ન્યૂઝ 18 આઈપીએસઓએસએ 6-8 સીટો મળતી બતાવી છે. જ્યારે બીજેડીને ટાઈમ્સ નાઉએ 8, ન્યૂઝ 24એ 7, રિપબ્લિકે 11, ઈન્ડિયા ટુડેએ 15-19, અને ન્યૂઝ 18એ 12-14 સીટો મળતી બતાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news