પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી નિર્વિરોધ રાજ્યસભામાં ચૂંટાયા

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોંગ્રેસની ટિકિટ પર રાજસ્થાનમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ ગયા છે. મનમોહન સિંહને 19 ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ જયપુરમાં રાજ્યસભાના સભ્યનું પ્રમાણપત્ર આપવામાં આવશે. 
 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી નિર્વિરોધ રાજ્યસભામાં ચૂંટાયા

જયપુરઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય બન્યા છે. રવિવારે સાંજે ચૂંટણી પ્રક્રિયા પૂરી થયાપછી મનમોહન સિંહને કોંગ્રેસની ટિકિટ પર રાજસ્થાનના સભ્ય તરીકે ચૂંટાયેલા જાહેર કરાયા છે. 

મનમોહન સિંહને 19 ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ જયપુરમાં રાજ્યસભાના સભ્યનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય મદનલાલ સૈનીના આકસ્મિક નિધનના કારણે આ સીટ ખાલી થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, મનમોહન સિંહ નિર્વિરોધ ચૂંટાયા છે. રાજસ્થાનમાં ભાજપના કે કોઈ પણ અપક્ષ ઉમેદવારે મનમોહન સિંહ સામે ઉમેદવારી નોંધાવી ન હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મંગળવારે રાજ્યસભાના સભ્યપદ માટે પોતાનું ફોર્મ ભર્યું હતું. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news