આ રાજ્યમાં કોંગ્રેસને પડ્યો મોટો ફટકો, પાંચ વાર CM રહી ચૂકેલા દિગ્ગજ નેતાએ છેડો ફાડ્યો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુરુવારે રાતે મોકલવામાં આવેલા રાજીનામામાં તેમણે કહ્યું છે કે "અનિચ્છા અને ભારે મનથી રાજીનામું આપી રહ્યો છું."

આ રાજ્યમાં કોંગ્રેસને પડ્યો મોટો ફટકો, પાંચ વાર CM રહી ચૂકેલા દિગ્ગજ નેતાએ છેડો ફાડ્યો

શિલોંગ: પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. પ્રદેશમાં પાંચવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ડોનવા દેથવેલ્સન લપાંગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. લપાંગે પાર્ટી નેતૃત્વ પર 'વરિષ્ઠ નેતા'ઓને સાઈડ લાઈન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુરુવારે રાતે મોકલવામાં આવેલા રાજીનામામાં તેમણે કહ્યું છે કે "અનિચ્છા અને ભારે મનથી રાજીનામું આપી રહ્યો છું."

મેઘાલય પ્રદેશ કોંગ્રેસ કમિટી (એમપીસીસી)ના પૂર્વ પ્રમુખે એઆઈસીસી પર વરિષ્ઠ તથા વડીલ લોકોને સાઈડ લાઈન કરવાની નીતિ પર ચાલી રહ્યાં હોવાનો આરોપ લગાવ્યો. પત્રમાં તેમણે લખ્યું કે "મને લાગે છે કે હવે વરિષ્ઠ અને વડીલ લોકોની સ્વા તથા યોગદાન પાર્ટી માટે ઉપયોગી નથી રહ્યાં." રાજીનામાની નકલો મીડિયામાં ઉપલબ્ધ છે. લપાંગે કહ્યું કે "આ પ્રતિબંધે મને નિરાશ કર્યો અને મને પાર્ટીમાંથી અલગ થવા પર મજબુર કર્યો."

Donwa Dethwelson Lapang

ડોનવા દેથવેલ્સન લપાંગ (ફાઈલ ફોટો)

લપાંગ પહેલીવાર 1992માં મેઘાલયના મુખ્યમંત્રી બન્યા હતાં. ત્યારબાદ 2003, 2007 અને 2009માં મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા હતાં. એઆઈસીસીના મેઘાલયના પ્રભારી મહાસચિવ લુઈજિન્હો ફલેરોએ કહ્યું કે તેઓ છેલ્લા 3 વર્ષથી લપાંગને મળ્યાં નથી. 

આ બાજુ એમપીસીસીના અધ્યક્ષ એલિસ્ટિન લિંગ્દોહે લપાંગના પાર્ટી છોડવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે "અમે કોશિશ કરીશું અને પ્રયત્નો કરીશું કે જેમ બને તેમ જલદી મામલાની પતાવટ થઈ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news