મહેબુબા બોલ્યા-કાશ્મીરમાં ડરનો માહોલ, રાજ્યપાલે કડક શબ્દોમાં કહી દીધુ -'અફવાઓ ન ફેલાવો'
જમ્મુ અને કાશ્મીરમાં જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે તેને લઈને કાશ્મીરી નેતાઓના એક ડેલીગેશને ગવર્નર સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી.
Trending Photos
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે તેને લઈને કાશ્મીરી નેતાઓના એક ડેલીગેશને ગવર્નર સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી. પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ રાજ્યપાલને કહ્યું કે લોકોમાં ડરનો માહોલ છે. જેના પર રાજ્યપાલ સત્યપાલ મલિકે નેતાઓને કડક શબ્દોમાં કહ્યું કે તમે લોકો તમારા નેતાઓને સમજાવો, તેઓ એડવાઈઝરીને લઈને પોતાના સમર્થકો વચ્ચે અફવાઓ ન ફેલાવે.
ખાલી ખોટો ડર પેદા કરાઈ રહ્યો છે
ગવર્નર સત્યપાલ મલિકે કાશ્મીરના લોકોને અપીલ કરતા કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપો. પૂરતા ઈનપુટના આધારે આ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. સ્થાનિક નેતા એડવાઈઝરીને અન્ય મુદ્દાઓ સાથે જોડી રહ્યાં છે. લોકોમાં ખાલી ખોટો ડર પેદા કરાઈ રહ્યો છે.
ગવર્નર સાથે મુલાકાત અગાઉ મહેબુબા મુફ્તીએ નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાની પણ મુલાકાત કરી. તેઓ સજ્જાદ લોન અને શાહ ફૈઝલ સાથે ગવર્નરને મળવા પહોંચ્યા હતાં.
જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે છેડછાડ ન કરે
મહેબુબા મુફ્તીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં દહેશતનો માહોલ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે છેડછાડ ન કરવામાં આવે.
જુઓ LIVE TV
જમ્મુ અને કાશ્મીર સરકારની એડવાઈઝરી પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ટ્વીટ કરી છે. જેમાં લખ્યું છે કે ષડયંત્ર એ ચિંતાની વાત છે, કોઈ જોખમ લઈશું નહીં.
અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો થયો છે. એડવાઈઝરી બહાર પાડીને શ્રદ્ધાળુઓ અને પર્યટકોને રાજ્ય છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમરનાથ રૂટ પરથી સુરક્ષાદળોને સ્નાઈપર ગન અને માઈન મળી આવ્યાં છે. મળી આવેલા હથિયાર પાકિસ્તાનમાં બનેલા છે. સૂત્રોનું કહેવું છે કે જૈશ એ મોહમ્મદ જમ્મુ અને કાશ્મીરમાં મોટા આતંકી હુમલાની ફિરાકમાં છે. પીઓકેથી કાશ્મીર ઘાટીમાં 5 તાલિમબદ્ધ આતંકીઓ મોકલવામાં આવ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે