'ગમે તેવી ભયાનક કુદરતી હોનારત આવશે તો પણ રામ મંદિર 2,500 વર્ષ સુધી અડીખમ ઉભું રહેશે'
અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓમાં આખો દેશ ડૂબેલો છે, ત્યારે આ ભવ્ય મંદિરની આવી તો અનેક વિશેષતાઓ છે. ત્યારે આવો રામમંદિરના શિલ્પકાર આશિષ સોમપુરા પાસેથી જ જાણીએ અયોધ્યામાં બનેલા ભગવાન શ્રીરામના મંદિરની ખાસ વિશેષતાઓ વિશે...
Trending Photos
Ram Mandir: 22મી જાન્યુઆરી, આ એ તારીખ છે, જેની લગભગ દેશના તમામ લોકો ભારે ઉત્સુકતા સાથે રાહ જોઈ રહ્યા છે. જી હાં....22મી જાન્યુઆરી એટલે અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આ દિવસની દેશભરના લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે એ દિવસ આવે અને ભગવાન શ્રીરામ અયોધ્યાના ભવ્યાતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય. અયોધ્યામાં બનેલા ભગવાન શ્રીરામના મંદિરની અનેક વિશેષતાઓ છે. આ આખું મંદિર પરંપરાગત નાગરશૈલીમાં તૈયાર થઈ રહ્યુ છે. 3 માળના મંદિરમાં પહેલાં માળે શ્રીરામ દરબાર હશે, અને બીજા માળે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન થઈ શકશે. જેવા તમે મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરશો કે તમને સીધા જ ભગવાન શ્રીરામના દર્શન થઈ શકશે.
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભવ્ય આયોજન કરાયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ તમામ આયોજન થઈ રહ્યું છે. અયોધ્યાનગરના મુખ્યદ્વાર પર મહેમાનના સ્વાગત માટે આયોજન છે. જેમાં રામપથ પર હાથ જોડીને સ્વાગત કરનારી પ્રતિમા લગાવાઈ છે. હાલ આ મુખ્યદ્વાર પર આ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.
અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જોરશોરથી તૈયારી ચાલી રહી છે. તે વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠામાં આવનારા મહેમાનો માટે વિશેષ આયોજન કરાયું છે. ખાસ સિક્યોરિટીના QR કોડવાળા આમંત્રણ કાર્ડથી જ પ્રવેશ આપવામાં આવશે. ટ્રસ્ટ 7 હજાર મહેમાનોને આ કાર્ડ આપશે. આ સાથે ઘણા મહેમાનો વિશેષ ચાર્ટર્ડ પ્લેનથી અયોધ્યા પહોંચવાના છે. જેના માટે જિલ્લા પ્રશાસને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી છે. ટ્રસ્ટ અને સુરક્ષા અધિકારીઓ વચ્ચે સમન્વય બેઠક મળી હતી. આ બેઠકમાં સુરક્ષા બંદોબસ્ત સહિત તૈયારીઓની સમીક્ષા કરાઈ.
જીહા, આ ભવ્ય મંદિરની આવી તો અનેક વિશેષતાઓ છે. ત્યારે આવો રામમંદિરના શિલ્પકાર આશિષ સોમપુરા પાસેથી જ જાણીએ અયોધ્યામાં બનેલા ભગવાન શ્રીરામના મંદિરની ખાસ વિશેષતાઓ વિશે...
અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ:
- પરંપરાગત નાગર શૈલીમાં તૈયાર થઇ રહ્યું છે મંદિર
- મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ
- મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા હશે
- મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ (શ્રી રામ લલ્લા સરકારના દેવ)નું બાળ સ્વરૂપ અને પહેલા માળે શ્રી રામ દરબાર
- મંદિરમાં 5 મંડપ નૃત્ય મંડપ રંગ મંડપ સભા મંડપ પ્રાર્થના મંડપ અને કિર્તન મંડપ
- મંદિરના થાંભલા અને દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરણી
- મંદિરમાં પ્રવેશ પૂર્વ બાજુથી, 32 સીડીઓ ચઢીને અને સિંહદ્વારથી થશે
- અશક્ત,વૃદ્ધો અને દિવ્યાંગ જનો માટે મંદિરમાં રેમ્પ અને લિફ્ટની જોગવાઈ
- મંદિરની ચારે બાજુ એક લંબચોરસ કોટ તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ હશે
- મંદિર પરિસરમાં સૂર્ય ભગવાન, માતા ભગવતી, ગણપતિ અને ભગવાન શિવને સમર્પિત ચાર મંદિરો બનાવવામાં આવશે
- ઉત્તરમાં મા અન્નપૂર્ણાનું મંદિર અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર હશે
- મંદિર પાસે પૌરાણિક કાળનો સીતાકૂપ હાજર રહેશે જ્યાં અન્નપુર્ણા નુ મંદિર હશે
- મંદિર સંકુલમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિપત્ની દેવી અહિલ્યાના મંદિર બનશે
- દક્ષિણ-પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ત્યાં જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે
- મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી
- મંદિરની નીચે 14 મીટર જાડા રોલર કોમ્પેક્ટેડ કોંક્રીટ (RCC) નાખવામાં આવી છે. તેને કૃત્રિમ ખડકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે
- મંદિરને માટીના ભેજથી બચાવવા માટે ગ્રેનાઈટથી 21 ફૂટ ઊંચો પ્લિન્થ બનાવવામાં આવ્યો છે
- મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે ભારતીય પરંપરા અનુસાર અને સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ-જળ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુલ 70 એકર વિસ્તારમાંથી 70% વિસ્તાર હંમેશ માટે હરિયાળો રહેશે
- મંદિર કોઇ પણ પ્રકારની કુદરતી હોનારત સામે રક્ષણ મેળવવા માટે સક્ષમ
- મંદિર ની આવરદા ૨૫૦૦ વર્ષથી વધારે
- મંદિર પ્રવેશની સાથે જ દર્શનાર્થીઓને થશે ભગવાન રામના દર્શન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે