1 ચાર્જમાં 185 કિમી સુધી દોડશે આ વિન્ટેજ ઇલેક્ટ્રિક કાર, વિદ્યાર્થીએ કર્યો કમાલ

ભારતમાં અવાર નવાર ઇલેક્ટ્રિક સ્ટાર્ટ-અપ પોતાના નવા નવા ઇલેક્ટ્રિક વાહનો લઇને રજૂ કરી રહી છે અને જમાનો પણ ઇલેક્ટ્રિક વાહનો છો. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ મધ્યપ્રદેશમાં સાગરમાં રહેનાર એક વિદ્યાર્થી વિશે જેણે વિંટેજ લુકવાળી એક જોરદાર ઇલેક્ટ્રિક કાર બનાવે છે.

1 ચાર્જમાં 185 કિમી સુધી દોડશે આ વિન્ટેજ ઇલેક્ટ્રિક કાર, વિદ્યાર્થીએ કર્યો કમાલ

નવી દિલ્હી: ભારતમાં અવાર નવાર ઇલેક્ટ્રિક સ્ટાર્ટ-અપ પોતાના નવા નવા ઇલેક્ટ્રિક વાહનો લઇને રજૂ કરી રહી છે અને જમાનો પણ ઇલેક્ટ્રિક વાહનો છો. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ મધ્યપ્રદેશમાં સાગરમાં રહેનાર એક વિદ્યાર્થી વિશે જેણે વિંટેજ લુકવાળી એક જોરદાર ઇલેક્ટ્રિક કાર બનાવે છે. માર્કેટમાં વેચાઇ રહેલી બાકી ઇલેક્ટ્રિક કારોના મુકાબલા આ કાર ખૂબ સસ્તી છે અને તેમાં 5 લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. એકવાર ચાર્જ કરવા પર તેને 185 કિમી સુધી ચલાવવામાં આવી શકે છે અને રસપ્રદ વાત એ છે કે તેની બેટરી આપમેળે ચાર્જ થવાનું થઇ જાય છે. 

માત્ર 30 રૂપિયામાં આ કારને 185 કિમી સુધી દોડાવી શકાય છે
એન્જીનિયરિંગ વિદ્યાર્થી હિંમાશું ભાઇ પટેલે દાવો કર્યો છે કે માત્ર 30 રૂપિયામાં આ કારને 185 કિમી સુધી દોડાવી શકાય છે અને તેની સ્પીડ 50 કિમી/કલાક છે. હિંમાશુએ ફક્ત 5 મહિનાની મહેનત બાદ આ કારને તૈયાર કરી લીધી છે. આ ગુજરાતના ગાંધીનગરમાં અભ્યાસ કરી રહ્યો છે અને તેનું ઘર સાગર જિલ્લાના મકરોનિયામાં છે. જ્યાં ઇલેક્ટ્રિક કાર બનાવનાર કંપનીઓ બજારમાં પોતાના ઇવી વેચી રહી છે, તો બીજી તરફ હિંમાશું જે ઇલેક્ટ્રિક કાર બનાવી છે તેના નિર્માણમાં તેમને લગભગ 2 લાખ રૂપિયા ખર્ચ થયો છે. 

બેટરી અને ચાર્જિંગની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક કારને ચાર્જ થવામાં 4 કલાક લાગે છે અને તેને ફૂલ ચાર્જ કરવામાં 30 રૂપિયા ખર્ચ થાય છે. રસપ્રદ વાત એ છે કે આ કારને રિમોટ કંટ્રોલથી બંધ અને ચાલુ કરી શકાય છે. કારની સાથે ઇલેક્ટ્રોનિક સ્પીડ મીટર, બેટરી પાવર મીટર, ફાસ્ટ ચાર્જર અને એવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારને રિવર્સ કરવા માટે એક બટન આપવામાં આવ્યું છે અને ચોરી થતાં તેને બચાવવા માટે તેમાં એલાર્મ પણ આપવામાં આવ્યું છે. શોર્ટ સર્કિટ થતાં કારમાં એમસીબી પડી જાય છે અને કોઇપણ દુર્ઘટનાથી કારને બચાવે શકાય છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news