પાક.ની નાપાક હરકત એક તરફ અભિનંદનની સોંપણી, બીજી તરફ ફાયરિંગ 4 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકવાદી અને સુરક્ષાદળોમાં ઘર્ષણ થયું
Trending Photos
શ્રીનગર : ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના લંગેટના બાબાગુડા ગામમાં આખી રાત સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી, જેમાં એક આતંકવાદી ઠાર મરાયો અને એક આતંકવાદી કાટમાળમાં છુપાઇ ગયો. સુરક્ષાદળોએ બંન્ને આતંકવાદીઓ મરેલા સમજી લેવામાં આવ્યા, જો કે થોડા સમય બાદ કાટમાળમાં છુપાયેલા આતંકવાદીઓ બહાર નિકળ્યા અને સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું, જેમાં સીઆરપીએફનાં બે જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસનાં બે જવાનો શહીદ થઇ ગયા.
અગાઉ ગુરૂવારે રાત્રે 9 વાગ્યાથી સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટુકડીઓએ સર્ચ ઓફરેશન ચલાવ્યું. આ દરમિયાન સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ફાયરિંગ ચાલુ કરી દીધું. અધિકારીઓએ જણાવ્યું કે, ફાયરિંગ રાત્રે 1 વાગ્યે ચાલુ થઇ હતી. જ્યાં સુધી સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન અને શંકાસ્પદ સ્થાનની તરફ ફાયરિંગ કરવામાં આવ્યું. ગોળીબાર દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો અને બીજા ઘરનાં કાટમાળમાં છુપાઇ ગયો.
અગાઉ 27 ફેબ્રુઆરીએ સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં જૈશનાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. પુલવામા હુમલા બાદ ખીણમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓની વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. 24 ફેબ્રુઆરીએ પણ કુલગામના તુરિગામ વિસ્તારમાં ઘર્ષણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ તમામ જૈશ એ મોહમ્મદના આતંકવાદી હોવાનું જણાવાઇ રહ્યું છે. આ ઘર્ષણમાં ડીએસપી અમિત ઠાકુર શહીદ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે