મતગણતરી શરૂ થવાના ગણતરીના કલાકો અગાઉ ECએ વિરોધ પક્ષોને આપ્યો મોટો આંચકો
લોકસભા ચૂંટણી 2019ના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલે વિરોધી પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. વિપક્ષી દળો દ્વારા ઈવીએમ પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યાં જેને લઈને આજે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો. પંચે વિરોધી પક્ષોની એ માંગણીને ફગાવી દીધી જેમાં તેમણે મતગણતરી અગાઉ વીવીપેટ ચીઠ્ઠીઓને મેચ કરવાની માગણી કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે વીવીપેટને મેચ કરવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે નહીં. દરેક વિધાનસભાની 5 વીવીપેટની ચીઠ્ઠીઓને ઈવીએમ સાથે મેચ કરવામાં આવશે. 22 વિપક્ષી દળોએ વીવીપેટને ઈવીએમ સાથે મેચ કરવાની માગણી કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલે વિરોધી પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. વિપક્ષી દળો દ્વારા ઈવીએમ પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યાં જેને લઈને આજે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો. પંચે વિરોધી પક્ષોની એ માંગણીને ફગાવી દીધી જેમાં તેમણે મતગણતરી અગાઉ વીવીપેટ ચીઠ્ઠીઓને મેચ કરવાની માગણી કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે વીવીપેટને મેચ કરવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે નહીં. દરેક વિધાનસભાની 5 વીવીપેટની ચીઠ્ઠીઓને ઈવીએમ સાથે મેચ કરવામાં આવશે. 22 વિપક્ષી દળોએ વીવીપેટને ઈવીએમ સાથે મેચ કરવાની માગણી કરી હતી.
આ અગાઉ મંગળવારે ચૂંટણી પંચે મતદાન બાદ ઈવીએમને ગણતરી સ્થળો સુધી પહોંચાડવામાં ગડબડી અને તેના દુરઉપયોગને લઈને વિભિન્ન વિસ્તારોમાંથી મળેલી ફરિયાદોને પ્રાથમિક તપાસના આધારે ખોટી ગણાવતા કહ્યું હતું કે મતદાનમાં ઉપયોગમાં લેવાયેલી ઈવીએમ અને વીવીપેટ મશીનો સ્ટ્રોંગ રૂમમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ બધા વચ્ચે પંચના દિલ્હી સ્થિત મુખ્યમથકમાં ઈવીએમ સંબંધિત ફરિયાદોના તત્કાળ નિવારણ માટે એક નિયંત્રણ કક્ષ (કંટ્રોલ રૂમ) પણ આજથી શરૂ થઈ ગયો છે.
પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ ઈલેક્શન હાઉસથી સંચાલિત કંટ્રોલ રૂમ ચૂંટણી પરિણામો આવશે ત્યાં સુધી 24 કલાક સુધી કાર્યરત રહેશે. તેના દ્વારા ઈવીએમની ફરિયાદો પર તત્કાળ કાર્યવાહી કરાશે. લોકસભા ચૂંટણી માટે રવિવારે સાત તબક્કામાં પૂરા થયેલા મતદાન બાદ હવે 23મી મે એટલે કે આવતી કાલે મતગણતરી હાથ ધરાશે.
જુઓ LIVE TV
આ અગાઉ પંચે મતદાનમાં ઉપયોગમાં લેવાયેલી ઈવીએમ મશીનો, 23મી મેના રોજ થઈ રહેલી મતગણતરી અગાઉ નવી મશીનો સાથે બદલવાના આરોપ અને ફરિયાદોને તથ્યાત્મક રીતે ખોટી ગણાવીને ફગાવી દીધી. અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી ફરિયાદો બાદ પંચે કંટ્રોલ રૂમ બનાવ્યો છે. તેના દ્વારા તમામ લોકસભા મતવિસ્તારોમાં ઈવીએમ અને વીવીપેટ મશીનોને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અને મશીનોની સાર સંભાળ સંબંધી ફરિયાદો પર સીધા કંટ્રોલ રૂમથી તપાસ કરીને કાર્યવાહી કરાશે.
કંટ્રોલ રૂમથી જ દેશભરમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની સુરક્ષાની નિગરાણી થશે. તમામ સ્ટ્રોંગ રૂમને સીસીટીવી કેમેરાથી લેસ કરવામાં આવ્યા છે. ઈલેક્શન હાઉસથી સંચાલિત કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા કેમેરાની મદદથી સ્ટ્રોંગ રૂમમાં રાખેલી મશીનોની સારસંભળા અને મતગણતરી માટે તેમને લઈ જવા પર સતત નિગરાણી સુનિશ્ચિત કરવામાં આવશે. મતગણતરી દરમિયાન પણ ઉમેદવારોનની ઈવીએમ સંબંધિત ફરિયાદો પર કંટ્રોલ રૂમથી કાર્યવાહી કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે