ECનો મહત્વનો નિર્ણય: રાજસ્થાનમાં દરેક સીટ પર EVMની સાથે ઉપયોગ થશે VVPAT

રાજસ્થાનમાં વર્ષાંત સુધીમાં વિધાનસભા ચૂંટણીયોજાવા જઇ રહી છે ત્યારે ચૂંટણી પંચે ઇવીએમ પર થઇ રહેલી શંકા કુશંકાઓને જડમુળથી ઉખાડી ફેંકવા માટે પ્રતિબદ્ધ

ECનો મહત્વનો નિર્ણય: રાજસ્થાનમાં દરેક સીટ પર EVMની સાથે ઉપયોગ થશે VVPAT

નવી દિલ્હી : ઇવીએમની વિરુદ્ધ ઉઠનારા શંકાઓના સ્વરોને દબાવવા માટે ચૂંટણી પંચે મોટી તૈયારી કરી છે. વોટિંગમાં સ્પષ્ટતાને મજબુત કરવા માટે પંચે રાજસ્થાનની તમામ વિધાનસબા સીટો પર વીવીપેટના ઉપયોગનો નિર્ણય લીધો છે.એવું પહેલીવાર થશે જ્યારે દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ થશે. 

જયપુરનાં મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે મંગળવારે કહ્યું કે, આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર તમામ 200 વિધાનસભા ચૂંટણી ક્ષેત્રોમાં વીવીપેટ અને ઇવીએમ 3 મશીનો દ્વારા મતદાન કરાવવામાં આવશે. રાજ્યનાં 51,796 મતદાન કેન્દ્રો પર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં યુપી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો એકતરફી બાજપનાં પક્ષમાં ગયા બાદથી જ ઇવીએમની વિશ્વસનીયતા મુદ્દે વિપક્ષી દળ અવાજ ઉઠાવતા રહ્યા છે. એટલે સુધી કે તેઓ ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરી ચુક્યા છે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે તો વિધાનસભામાં ડેમો આપીને આ સાબિત કરવાનાં પ્રયાસો કર્યા હતા કે ઇવીએમાં ગોટાળો કરવામાં આવી શકે છે.જો કે ચૂંટણી પંચે હંમેશાથી ઇવીએમ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા દળોને ચેલન્જ કરતું રહે છે. હવે રાજસ્થાન ચૂંટણીમાં પંચે દરેક વિધાનસભા ઇવીએમ (EVM)ની સાથે વીવીપેટ (VVPAT)નાં ઉપયોગનો નિર્ણય લેવાયો છે. 

પ્રેસ કોન્ફરન્સમાં સીઇસી ઓપી રાવતે રાજસ્થાનનાં તમામ અધિકારીઓને સંપુર્ણ રીતે નિડર અને નિષ્પક્ષ રીતે કાર્ય કરવાની સલાહ આપતા કહ્યું કે, કોઇ પણ અધિકારી દ્વારા કોઇ પણ પ્રકારનાં પક્ષપાતપુર્ણ કાર્યવાહીને પંચ દ્વારા સંપુર્ણ ગંભીરતા સાથે લેવામાં આવશે. મુખ્ય સચિવને પણ નિર્દેશ આપ્યા કે ચૂંટણી સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવામાં આવે. 

પંચની ખાસ તૈયારી
રાજસ્થાનમાં વર્ષાંતમાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, રાજ્યનાં વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર એક્સેસેબિલિટી પર્યવેક્ષકની નિયુક્તિ કરવામાં આવશે અને રાજ્યનાં પ્રત્યેક વિધાનસભા ચૂંટણી ક્ષેત્રમાં ઓછામાં ઓછું એક મતદાન કેન્દ્ર પર સમ્પુર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન દળ રચવાનાં નિર્દેશ આપવામાં આવ્યા. 

એપ પર નોંધાશે ફરિયાદ
રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી 2018માં આદર્શ આચાર સંહિતા અને અન્ય નિયમોના ઉલ્લંઘન અંગે કડક નજર રાખવા માટે ભારત ચૂંટણી પંચ દ્વારા સી વિઝિલ નામનાં એક એપને લોન્ચ કરવામાં આવ્યા છે, જે મહત્તમ 100 મિનિટનાં સમય સીમામાં પ્રાપ્ત ફરિયાદોનું સમાધાન કરશે. આ એપનાં માધ્યમથી કોઇ પણ નાગરિક ચૂંટણી આચાર સંહિતા સંબંધી ફરિયાદો નોંધાવી શકશે અને તેની સમયબદ્ધ પદ્ધતીથી નિરાકરણ કરવામાં આવશે. 

રાજસ્થાનમાં મતદાતાઓની સંખ્યા
ઓવી રાવતે જણાવ્યું કે, 31 જુલાઇ 2018ના રોજ પ્રકાશિત ફોર્મેટ મતદાન યાદી અનુસાર રાજ્યમાં કુલ 4 કરોડ 75 લાખ 10 હજાર 434 મતદાતા છે. જેમાં 2 કરોડ 48 લાખ 21 હજાર 957 પુરૂષ 2 કરોડ 26 લાખ 88 હજાર 677 મહિલા મતદાતા અને 349 કિન્નર મતદાતા પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news