'વર્ચુઅલ રેલી' માં ભીડને લઇને EC સપાને મોકલી નોટીસ, 24 કલાકમાં આપવો પડશે જવાબ
કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ ચૂંટણી પંચે (Election Commission) સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેમને લખનઉ ઓફિસમાં આયોજિત કાર્યક્રમમાં ભીડ એકઠી કરવાને લઇને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ ચૂંટણી પંચે (Election Commission) સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેમને લખનઉ ઓફિસમાં આયોજિત કાર્યક્રમમાં ભીડ એકઠી કરવાને લઇને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
'વર્ચ્યુઅલ રેલી'ના નામે ભીડ એકઠી
સમાજવાદી પાર્ટી (Samajwadi Party) એ શુક્રવારે લખનઉ ઓફિસમાં 'વર્ચ્યુઅલ રેલી'ના નામે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ અને સમર્થકો એકઠા થયા હતા, જેને ચૂંટણી પંચે કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ચૂંટણી પંચે SP ને મોકલી નોટીસ
સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ને મોકલવામાં આવેલી નોટીસમાં ચૂંટણી પંચે (Election Commission) કહ્યું કે ઉપલબ્ધ સામગ્રી અને વિષયને ધ્યાનમાં લીધા બાદ પંચે કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન માટે SP ને તક આપવાનો નિર્ણય કર્યો છે.
જવાબ આપવા માટે 24 કલાકનો આપ્યો સમય
SP ના જનરલ સેક્રેટરીને મોકલવામાં આવેલી નોટિસમાં ચૂંટણી પંચે કહ્યું છે કે, "નોટિસ મળ્યાના 24 કલાકની અંદર તમારો ખુલાસો કમિશનને પહોંચવો જોઈએ, જો તેમાં નિષ્ફળ રહેશો તો કમિશન તમને જાણ કર્યા વિના આ મામલે યોગ્ય નિર્ણય લેશે."
યુપીમાં 7 તબક્કામાં યોજાશે ચૂંટણી
જણાવી દઈએ કે યુપી વિધાનસભાની ચૂંટણી આ વખતે 7 તબક્કામાં શરૂ થવા જઈ રહી છે. આ ચૂંટણીનો પ્રથમ તબક્કો 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી યોજાશે. જ્યારે 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે. કોરોના મહામારીને જોતા ચૂંટણી પંચે યુપી સહિત પાંચેય રાજ્યોમાં જાહેર સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે