Video: હેલિકોપ્ટરથી ઉડાન ભરવાના હતા યદુયેરપ્પા, અચાનક પહોંચ્યું ચૂંટણી પંચ

ચૂંટણી પંચની ફ્લાઇગ સ્ક્વોર્ડ ટીમના અધિકારીઓએ મંગળવારે શિવમોગ્ગા હેલીપેડ પર અચાનક પહોંચી કર્નાટકના પૂર્વ મુખ્યમંત્રી વીએસ યદૂયેરપ્પાના સમાનની તપાસ હાથ ધરી હતી.

Video: હેલિકોપ્ટરથી ઉડાન ભરવાના હતા યદુયેરપ્પા, અચાનક પહોંચ્યું ચૂંટણી પંચ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)ના કારણે ચૂંટણી પંચની ટીમ જગ્યાએ જગ્યાએ કડક કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. આ ક્રમમાં ચૂંટણી પંચની ફ્લાઇગ સ્ક્વોર્ડ ટીમના અધિકારીઓએ મંગળવારે શિવમોગ્ગા હેલીપેડ પર અચાનક પહોંચી કર્નાટકના પૂર્વ મુખ્યમંત્રી વીએસ યદૂયેરપ્પાના સમાનની તપાસ હાથ ધરી હતી. ચૂંટણી પંચે ટીમને આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે યદુયેરપ્પા હેલિકોપ્ટરથી ઉડાન ભરવા જઇ રહ્યાં હતા. જણાવી દઇએ કે, લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના મતદાન માટે આજે ચૂંટણી પ્રચાર અટકાવી દેવામાં આવ્યા છે. ત્યારે સતત નેતાઓની પાસેથી મળી રહેલી કેશના કારણે ચૂંટણી પંચની ટીમ કડક કાર્યવાહી કરવાની સાથે નેતાઓ પર નજર રાખી રહી છે.

જણાવી દઇએ કે, આ પહેલા તમિલનાડુના વેલ્લોર લોકસભા ક્ષેત્રથી DMK ઉમેદવાર કાતિર આનંદની ઓફિસથી ઇનકમ ટેક્સ વિભાગને મોટા પ્રમાણમાં રોડક કેશ મળી હતી. ત્યારબાદ ઇનકમ ટેક્સ વિભાગે જિલ્લા પ્રશાસનમાં તેની ફરિયાદ કરી હતી. ઇનકમ ટેક્સ વિભાગની ફરિયાદ પર જિલ્લા પ્રશાસને DMK ઉમેદવાર સહિત અન્ય 2 લોકોની સામે મામલો દાખલ કર્યો હતો. ત્યારે DMK ઉમેદવારની ઓફિસથી કેશ મળવ્યા બાદ અહીં મતદાન રદ કરવાની આશંકા પણ છે. આ સંબંધમાં ચૂંટણી કમિશને રાષ્ટ્રપતિને અરજી પણ મોકલી હતી.

ત્યારે આ પહેલા મધ્ય પ્રદેશના ઇન્દોર સહિત 4 અન્ય જગ્યાઓ પર ઇનકમ ટેક્સ વિભાગના દરોડા ઘણા વિવાદમાં રહ્યાં હતા. આ દરોડામાં મધ્ય પ્રદેશના નજીકી કહેવાતા પ્રવીણ કક્કડ સહિત અન્ય લોકોના ઘરો સહિત કાર્યાલયો પર દોરાડા પાડ્યા હતા. જેમાં લગભગ 15 કરોડ જેવી કેશ મળી આવ્યી હતી અને 281 કરોડની ગેરકાયદેસર રોકડ રેકેટની જાણકારી મળ્યાની વાત ઇનકમ ટેક્સ વિભાગે કરી હતી. દરોડા વિશે સીબીડીટીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં ટીમને એક કેશબુક પણ મળી હતી. જેમાં 230 કરોડના લગભગ બેનામી લેણદેણ કર્યા હોવાની જાણકારી હતી. આ ઉપરાંત દિલ્હીમાં કરવામાં આવેલા દરોડામાં કેશ રેકેટથી જોડાયેલા પુરાવા હાથ લાગ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news