એકનાથ શિંદેની વધુ એક જીત, વિધાનસભા સ્પીકર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત

એકનાથ શિંદે જૂથે શિવસેનાને સંપૂર્ણપણે કબજે કરી લીધી છે. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે અહીં હાજર શિવસેનાની ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી છે. વિધાનસભાના અધિકારીઓનું કહેવું છે કે શિંદે જૂથને આ ઓફિસ સીલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

એકનાથ શિંદેની વધુ એક જીત, વિધાનસભા સ્પીકર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત

Maharashtra Assembly Speaker Election: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે 11 વાગે વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. જ્યાં પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થવાની છે. એકનાથ શિંદે સહિતના જૂથો વિધાનસભામાં પહોંચી ગયા છે તેમજ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ  પદ માટે શિવસેનાના વિધાનસભ્ય રાજન સાલ્વીએ મહા વિકાસ અઘાડી (MVA) ના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન દાખલ કર્યું. આ પદ માટે આજે (3 જુલાઈ) ચૂંટણી યોજાઈ રહી છે. બીજી તરફ પહેલીવાર ધારાસભ્ય બનેલા બીજેપી નેતા રાહુલ નાર્વેકરે શુક્રવારે આ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ નાર્વેકર મુંબઈની કોલાબા વિધાનસભાના ધારાસભ્ય છે, જ્યારે રાજન સાલ્વી રત્નાગિરીની રાજાપુર વિધાનસભાના ધારાસભ્ય છે.

જણાવી દઈએ કે વિધાનસભાના અધ્યક્ષ પદ માટે આજે (રવિવારે) મતદાન થઈ રહ્યું છે. જ્યારે, નવા ચૂંટાયેલા સીએમ એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. શિંદેની કેબિનેટમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી છે. જ્યારે, શિવસેના, NCP અને કોંગ્રેસ મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે, શિવસેનામાંથી એકનાથ શિંદેના બળવાને કારણે બુધવારે આ ત્રણેય પક્ષોની સરકાર પડી ગઈ હતી. ત્યારપછી બીજા જ દિવસે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે કહ્યું કે રાજન સાલ્વી રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર છે. જણાવી દઈએ કે જ્યારે રાજન સાલ્વીએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમની સાથે જયંત પાટીલ, ધનંજય મુંડે, અશોક ચવ્હાણ અને સુનીલ પ્રભુ સહિત ઘણા નેતાઓ હાજર હતા. સોમવારે યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા આજે (રવિવારે) વિધાનસભામાં શિંદે જૂથની કસોટી થઈ રહી છે.

Maharashtra Assembly Speaker Election LIVE:

મહારાષ્ટ્ર વિધાનસભામાં જ્યારે સ્પીકરને લઈને મતદાન થયું ત્યારે શરૂઆતથી જ ભાજપના રાહુલ નાર્વેકરે લીડ મેળવી લીધી હતી. જે બાદ તેઓ કુલ 164 વોટ મેળવીને જીત્યા હતા. તેમને બહુમત માટે 144 વોટની જરૂર હતી. બીજી તરફ એમવીએ તરફથી નામાંકિત રાજન સાલ્વીને કુલ 107 મત મળ્યા હતા. ખાસ વાત એ છે કે ભાજપના ઉમેદવારને પણ MNS વતી વોટ આપવામાં આવ્યો હતો. જ્યારે, સપાના બે ધારાસભ્યો અને AIMIMના ધારાસભ્યોએ મતદાન કરવાનો ઇનકાર કર્યો હતો. CPI ધારાસભ્ય વિનોદ નિકોલેના MVAની તરફેણમાં મતદાન કર્યું.

સપા ધારાસભ્યોએ ના કર્યું વોટિંગ
મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી યોજાઈ હતી. સ્પીકર ચૂંટણીમાં વોટિંગથી સમાજવાદી પાર્ટી અલગ રહી હતી, તેઓએ વોટિંગ કર્યું નહોતું. સપાના બે ધારાસભ્યોએ કોઈને વોટ આપ્યો નહોતો.

મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકર ચૂંટણીમાં ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી જીતવા માટે 145 મતોની જરૂર હતી. રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 વોટ મળ્યા છે, જે જીતવા માટે જરૂરી 145 વોટ કરતા 19 વધારે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં રાહુલ નાર્વેકરની જીત
ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. નાર્વેકરની તરફેણમાં 164 મત પડ્યા હતા. તેમણે બહુમતનો આંકડો પાર કરી લીધો છે.

બીજેપીના રાહુલ નાર્વેકરના હક્કમાં અત્યાર સુધી આટલા વોટ
એક એક ધારાસભ્યને તેમનો મત પુછવામાં આવી રહ્યો છે. રાહુલ નાર્વેકર-રાજન સાલ્વીની વચ્ચે આ મુકાબલો છે. બીજેપીના રાહુલ નાર્વેકરના હક્કમાં અત્યાર સુધી 116ને પાર..

વિધાનસભા સ્પીકર ચૂંટણી માટે વોટિંગ શરૂ
વોટિંગ પહેલા વિધાનસભાના તમામ દરવાજા બંધ કરવા માટે કહી દેવામાં આવ્યું છે. વોટિંગ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

હેડ કાઉન્ટિંગ મારફતે થશે વોટિંગ
મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકર ચૂંટણીની પ્રક્રિયા ચાલું છે. થોડીવારમાં હેડ કાઉન્ટિંગ મારફતે વોટિંગ પ્રક્રિયા શરૂ થશે.

વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થશે, પરંતુ સવાલ એ છે કે બળવાખોર ધારાસભ્યો કયા વ્હીપનું પાલન કરશે? શિવસેના દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્યોને પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરતાની સાથે જ ગેરલાયક ઠેરવી શકાય છે, જ્યારે શિંદે જૂથનો દાવો છે કે તેમની પાસે વધુ સંખ્યા છે, તેથી તેમના દ્વારા જાહેર કરાયેલ વ્હીપ જ માન્ય રહેશે. હવે સીએમ એકનાથ શિંદેએ વ્હીપ જાહેર કરીને તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા જણાવ્યું છે.

એકનાથ શિંદે જૂથે શિવસેનાને સંપૂર્ણપણે કબજે કરી લીધી છે. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે અહીં હાજર શિવસેનાની ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી છે. વિધાનસભાના અધિકારીઓનું કહેવું છે કે શિંદે જૂથને આ ઓફિસ સીલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

બંને તરફથી વ્હીપ જાહેર
શિવસેનાના એકનાથ શિંદ જૂથે વ્હીપ જાહેર કરીને ભાજપ અને સેનાના ઉમેદવાર રાહુલ નાર્વેકરને પ્રમુખ પદ માટે મત આપવાનો આદેશ આપ્યો છે. જ્યારે શિવસેના દ્વારા પહેલા જ વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અત્યાર સુધી અન્ય કોઈ પાર્ટીમાં જોડાયા નથી, તેથી તેઓ આ વ્હીપના દાયરામાં આવે છે. ગઈકાલે જ શિવસેનાએ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી માટે વ્હીપ જાહેર કર્યો હતો, જેમાં શિવસેના અને મહાવિકાસ અઘાડીના તમામ ધારાસભ્યોને રાજન સાલ્વીને મત આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

શિંદેને ઉદ્ધવ ઠાકરેએ હાંકી કાઢ્યા હતા
એકનાથ શિંદે ફરી એકવાર આડકતરી રીતે શિવસેના પર પોતાનો દાવો રજૂ કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ જ અસલી શિવસેના છે. તેથી અયોગ્યતાનો પ્રશ્ન ઊભો થવો જોઈએ નહીં. જ્યારે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. આવી સ્થિતિમાં વિધાનસભા સત્ર દરમિયાન ઉગ્ર હંગામો થવાની સંભાવના છે. બંને તરફથી વ્હીપના ઉલ્લંઘનનો આ મામલો કોર્ટમાં પહોંચી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news