વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સરકાર આપે છે તગડી લોન, યોજનાનો લાભ લેવા જાણો વિગતો

Education Loan: ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે. અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે.

વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સરકાર આપે છે તગડી લોન, યોજનાનો લાભ લેવા જાણો વિગતો

Education Loan: વિદેશ અભ્યાસથી તમારા કરીયરને ઉંચાઇ મળે છે તેટલો જ ઉંચો ખર્ચ પણ તેની પાછળ કરવો પડે છે. ઘણા લોકો તે ખર્ચ કરવા સક્ષમ હોય છે પણ તમામ તે મોટો ખર્ચ ભોગવી શકે તે શક્ય નથી. આમ છતાં પણ જો વિદેશમાં અભ્યાસનું સપનું પુરૂ કરવું હોય તો ચિંતા ન કરશો તેના માટે તમે વિદેશ અભ્યાસ લોનની મદદ લઇ શકો છો. ઘણાં લોકો વિદેશમાં રહેવાના અને ત્યાં જઈને ત્યાંની હાઈફાઈલ કોલેજો અને સંસ્થાઓમાં ભણવાના સપના જોતા હોય છે. જોકે, વિદેશ જવા માટે અને ત્યાં રહીને ભણવા માટે ખુબ રૂપિયા જોઈએ. પણ શું તમે જાણો છોકે, તમારે ત્યાં રહીને ભણવું હોય તો આપણી સરકાર પર કરે છે તમને મદદ...જાણો વિગતવાર માહિતી...

વિદેશ અભ્યાસ માટે લોન લેવા વિદ્યાર્થીને  ધોરણ 12 માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે. અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે. વિદેશ અભ્યાસ લોન સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓફિસિયલ વેબસાઈટ  www.gueedc.gujarat.gov.in પર ક્લિક કરો.

વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોનની યોજનાઃ

પાત્રતાના માપદંડ-

* ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિધાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછા,, અતિ પછાત માટે ૫૫ %)

* સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિધાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)

. (આ. ૫. વર્ગ માટે) સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિધાર્થીઓમાટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.

સહાયનું ધોરણ-

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫,૦૦ લાખની લૉન આપવામા આવશે.

* (સા. અને શૈ. ૫. વર્ગ / SEBC)ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે.

* (સા. અને શે. ૫. વર્ગ / SEBC) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate)અભ્યાસક્રમ માટે

* (આ. ૫. વર્ગ) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate)અભ્યાસક્રમ માટે.

આવક મર્યાદા-

* સા. અને શે. ૫. વર્ગ/SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૩.૧૦.૦૦થી ઓછી.

.આ. ૫. વર્ગ/ EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછો.

વ્યાજનો દર-

* વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.

લોન કેવી રીતે પરત કરવી-

•વિધાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ વસુલાત શરૂ કવામાં આવશે..

રજુ કરવાના ડોક્યુમેંટ-

અરજદારનો જાતિનો દાખલો

* કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, કોર્મ-૧૬

અરજદારની અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો

* विहेशना अल्यासनो ओइरलेटर/1-20/Letter of Acceptence.

* વિધાર્થીના પાસપોર્ટની નકલ

વિધાર્થીના જે તે દેશના વીઝાની નકલ

એર ટીકીટની નકલ

અરજદારના ફોટો

કોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

* આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી રાકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

. ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news