AAP સાંસદ સંજય સિંહના દિલ્હી ખાતેના ઘરે પહોંચી ED ની ટીમ, દારૂ કૌભાંડની ચાર્જશીટમાં છે નામ

ED Raid on Sanjay Singh House:  આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે ઈડીની ટીમ પહોંચી છે અને દિલ્હી સ્થિત તેમના ઘરે દરોડાની કાર્યવાહી ચાલુ છે. એવું કહેવાઈ રહ્યું છે કે દિલ્હી દારૂ કૌભાંડ મામલે તપાસ માટે ઈડીની ટીમ સવારના 7 વાગે સંજય સિંહના ઘરે પહોંચી અને હાલ સર્ચ અભિયાન ચાલુ છે.

AAP સાંસદ સંજય સિંહના દિલ્હી ખાતેના ઘરે પહોંચી ED ની ટીમ, દારૂ કૌભાંડની ચાર્જશીટમાં છે નામ

ED Raid on Sanjay Singh House:  આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે ઈડીની ટીમ પહોંચી છે અને દિલ્હી સ્થિત તેમના ઘરે દરોડાની કાર્યવાહી ચાલુ છે. એવું કહેવાઈ રહ્યું છે કે દિલ્હી દારૂ કૌભાંડ મામલે તપાસ માટે ઈડીની ટીમ સવારના 7 વાગે સંજય સિંહના ઘરે પહોંચી અને હાલ સર્ચ અભિયાન ચાલુ છે. અત્રે જણાવવાનું કે દારૂ કૌભાંડમાં ઈડી દ્વારા દાખલ ચાર્જશીટમાં 3 જગ્યાએ સંજય સિંહનું નામ છે. જો કે હજુ સુધી ઈડી તરફથી કોઈ પણ અધિકૃત નિવેદન આવ્યું નથી અને એજન્સીએ આ અંગે જાણકારી નથી આપી કે આ દરોડાની કાર્યવાહી કયા મામલે ચાલી રહી છે. 

સિસોદિયા પહેલેથી જ જેલમાં છે
દિલ્હીની પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પહેલેથી જ દારૂનીતિમાં કૌભાંડ મામલે જેલમાં છે. આ વર્ષ ફેબ્રુઆરીમાં મનિષ સિસોદિયાને સીબીઆઈએ ધરપકડ કરી હતી. ત્યારબાદ દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઈડીએ તેમની ધરપકડ કરી હતી અને ત્યારબાદથી સિસોદિયા જેલમાં છે. 

ED raids underway at the residence of AAP Rajya Sabha MP Sanjay Singh pic.twitter.com/k6FRDjY12S

— ANI (@ANI) October 4, 2023

ઈડીએ મની લોન્ડરિંગ મામલે ગત વર્ષે મે મહિનામાં આપ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની પણ ધરપકડ કરી હતી. જો કે હાલ તેઓ બીમારીના કારણે સુપ્રીમ કોર્ટથી વચગાળાના જામીન મેળવી ચૂકયા છે.  જો કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાના નેતાઓને કટ્ટર ઈમાનદાર ગણાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news