લાખો રાશનકાર્ડ ધારકોને સરકારની મોટી દિવાળી ભેટ! આપશે વધારાનું તેલ અને ખાંડ
Big Decision : આગામી નવેમ્બર મહિનામાં દિવાળી છે. આ દિવાળી પહેલા જ રાશનકાર્ડ ધારકોના ઘરે ખુશીઓ આવી છે. કારણ કે, સરકારે રાજ્યના લાખો રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ વધારાનું રાશન આપવાની જાહેરાત કરી છે
Trending Photos
Diwali 2023 : રાશન કાર્ડ ધારકોની આ દિવાળી સુધરી જવાની છે. કારણ કે, સરકારે મોટી જાહેરાત કરી છે. દિવાળી પૂર્વ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકોને વધારાનું સીંગતેલ અને ખાંડ આપવામાં આવશે. સાથે જ અનાજનો જથ્થો સમયસર મળી જાય તેવી દુકાનદારોએ સરકાર પાસે માંગ કરી છે, જેથી જરૂરિયાતમંદોને પહોંચાડી શકાય. અમદાવાદમાં બાજરીના બદલામાં ઘઉં આપવામાં આવશે.
આગામી નવેમ્બર મહિનામાં દિવાળી છે. આ દિવાળી પહેલા જ રાશનકાર્ડ ધારકોના ઘરે ખુશીઓ આવી છે. કારણ કે, સરકારે રાજ્યના લાખો રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ વધારાનું રાશન આપવાની જાહેરાત કરી છે. કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં જ વધારાનું સીંગતેલ અને અનોજનો જથ્થો આપવામાં આવશે. આ માટે આગોતરા અનાજ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નવેમ્બર મહિનામાં દિવાળી છે, ત્યારે ત્યારે ઓક્ટોબરમાં જ રાશન કાર્ડધારકોને આ સુવિધા મળી જશે. એનએફએસએ સહિતના અંત્યોદય અને બીપીએલ રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં આ વધારાનું રાશન મળી જશે. જેમાં કાર્ડ દીઠ એક લિટરનું સીંગતેલનું પાઉચ આપવામા આવશે. તો વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં બે મહિનાથી અપાતી બાજરીના બદલામાં હવે રાબેતા મુજબ ઘઉં આપવામાં આવશે.
ધારાસભ્યોની સંકલન સમિતિમાં દર મહિને પહેલી તારીખે જ રાશનિંગના અનાજ વિતરણનો તમામ જથ્થો મળી જાય તેવી સૂચના જાહેર કરવામાં આવી છે. જેનો હજુ સુધી અમલ કરવામા આવ્યો નથી. તેથી રાશનના દુકાનદારોએ આ જથ્થો નિયમિત પહોંચી જાય તેવી જાહેરાત કરાઈ છે.
દુકાનોમાં એકસાથે અનાજ, કઠોળ, તેલ, મીઠું,ખાંડ વગેરોનો જથ્થો પહોંચવો જોઈએ, જેથી તે એકસાથે વિતરણ થઈ શકે, પંરતુ આ જથ્થો એકસાથે મળતો નથી. જેથી તેને અલગ અલગ વિતરણ કરવો પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે