મહાઠગની જાળમાં ફસાઇ સારા-જાહ્નવી, લીધી હતી કિંમતી ભેટ, બચી ગઇ ભૂમિ

200 કરોડની ઠગીના કેસમાં ઇડીની ચાર્જશીટમાં આરોપી સુકેશ ચંદ્રશેખર પર મોટો ખુલાસો થયો છે. તાજા જાણકારી અનુસાર સુકેશના નિશાના પર સારા, જાહ્નવી, ભૂમિ પેડનેકર પણ હતી. સુકેશ ચંદ્રસહેખરે તેમને મોંઘીદાટ ગિફ્ટ મોકલી હતી. આરોપી સુકેશે જાહ્નવી કપૂરે 19 લાખ રૂપિયાની સાથે એક કિંમતી બેગ પણ આપી હતી. તો બીજી તરફ સારા અલી ખાનને કિંમતી ઘડિયાળ આપી હતી.

મહાઠગની જાળમાં ફસાઇ સારા-જાહ્નવી, લીધી હતી કિંમતી ભેટ, બચી ગઇ ભૂમિ

મુંબઇ: 200 કરોડની ઠગીના કેસમાં ઇડીની ચાર્જશીટમાં આરોપી સુકેશ ચંદ્રશેખર પર મોટો ખુલાસો થયો છે. તાજા જાણકારી અનુસાર સુકેશના નિશાના પર સારા, જાહ્નવી, ભૂમિ પેડનેકર પણ હતી. સુકેશ ચંદ્રસહેખરે તેમને મોંઘીદાટ ગિફ્ટ મોકલી હતી. આરોપી સુકેશે જાહ્નવી કપૂરે 19 લાખ રૂપિયાની સાથે એક કિંમતી બેગ પણ આપી હતી. તો બીજી તરફ સારા અલી ખાનને કિંમતી ઘડિયાળ આપી હતી.

જેલમાં મળી ઘણી બોલીવુડ અભિનેત્રીઓ
ઇડીની ચાર્જશીટ અનુસાર બોલીવુડની ઘણી અભિનેત્રીઓએ સુકેશે જેલમાં મુલાકાત કરી હતી. ઇડી ચાર્જશીટમાં ભૂમિ પેડનેકરનું પણ નામ સામેલ છે. જોકે ભૂમિ પેડનેકરે સુકેશ પાસે કોઇ ગિફ્ટ લીધી ન હતી. તમને જણાવી દઇએ કે આ તમામનો સુકેશ ચંદ્રશેખરે અલગ-અલગ નામોથી સંપર્ક કર્યો હતો. 

નિશાના પર હતી આ અભિનેત્રીઓ
200 કરોડની ઠગીના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા નવા ખુલાસા સામે આવ્યા હતા. તેમાં જાણવા મળ્યું છે કે સારા અલી ખાન પણ સુકેશના નિશાન પર હતી. ઇડીની તપાસમાં આ તમામ સામે આવ્યા છે સુકેશ ચંદ્રશેખરે જૈકલીન ફર્નાડીસ અને નોરા ફતેહી સાથે બીજી અભિનેત્રીને પોતાના ટાર્ગેટમાં લીધી હતી. આ પ્રકરણમાં સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને ભૂમિ પેડનેકરનું નામ સામે આવ્યું છે. સુકેશ ચંદ્રશેખરે પોતાને 'શેખર' ના રૂપમાં રજૂ કર્યો હતો. તો બીજી તરફ તેના માટે કામ કરનાર લોકો અલગ-અલગ નામથી આ ભિનેત્રીઓ સાથે સંપર્કમાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news