Fertiliser Scam: બિહારના રાજકારણમાં ઉથલપાથલ, ED એ RJD ના સાંસદની કરી ધરપકડ
Trending Photos
નવી દિલ્હી: ED એ રાષ્ટ્રીય જનતા દળના રાજ્યસભા સાંસદ એ ડી સિંહ (RJD MP AD Singh) ની બુધવારે ધરપકડ કરી લીધી છે. ઈડીએ અમરેન્દ્ર ધારી સિંહની ધરપકડ પહેલા તેમના દિલ્હી, હરિયાણા અને મુંબઈમાં ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ ઈડીએ અમરેન્દ્ર ધારી સિંહની ખાતર કૌભાંડ (Fertiliser Scam) ના આરોપમાં ધરપકડ કરી છે. ઈડીએ બુધવારે મોડી રાત સુધી સાંસદના અનેક ઠેકાણે દરોડા પાડ્યા અને ત્યારબાદ તેમની ડિફેન્સ કોલોની સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ ઈડીએ સાંસદની પૂછપરછ કરી અને તેમને મેડિકલ તપાસ માટે લઈ ગઈ છે.
આ બાજુ અમરેન્દ્ર ધારી સિંહની ધરપકડથી બિહારના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. રિપોર્ટ્સ મુજબ થોડા સમય પહેલા જ સીબીઆઈએ સાંસદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ ઈડીએ તેને આધાર બનાવીને મની લોન્ડરિંગ મામલે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે અમરેન્દ્ર ધારી સિંહનો અનેક જગ્યાએ રિયલ એસ્ટેટ, ફર્ટિલાઈઝર અને કેમિકલ ઈમ્પોર્ટનો બિઝનેસ છે. આરજેડીએ ગત વર્ષે જ તેમને રાજ્યસભા મોકલ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે