દિલ્હી-NCRમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપના આંચકા અનુભવાયા

રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

દિલ્હી-NCRમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. તો આજે સાંજે ઉત્તરાખંડમાં પણ ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 5.4 હોવાનું સામે આવ્યું છે. 

એક સપ્તાહમાં બીજીવાર ભૂકંપ
એક સપ્તાહમાં બીજીવાર આજે દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. ભૂકંપ આવવાની સાથે લોકો ઓફિસ અને ઘરોમાંથી બહાર નિકળી ગયા હતા. આજે ઉત્તરાખંડના ઋષિકેશમાં પણ ભૂકંપના ઝટકા લાગ્યા છે. તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. 

— ANI (@ANI) November 12, 2022

દિલ્હી નજીક આવેલા નોઇડા, ગાઝિયાબાદ સહિત ઘણા શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તો ઉત્તરાખંડના પૌડી, ટિહરી, બાગેશ્વર, પિથૌરાગઢમાં પણ ભૂકંપના ઝટકા આવ્યા છે. રિક્સર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે રાજધાની અને તેની આસપાસના વિસ્તારમાં આશરે 54 સેકેન્ડ સુધી ભૂકંપના જટકા અનુભવાયા હતા. 

દિલ્હી અને આસપાસના વિસ્તારમાં પહેલા છ નવેમ્બરે રાત્રે 1.57 કલાકે ભૂકંપના મોટા ઝટકા આવ્યા હતા. ત્યારે પણ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. ત્યાં ભૂકંપને કારણે છ લોકોના મોત થયા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news