ભારત-ચીન બોર્ડર પર 4.5 તીવ્રતાનો આંચકો અનુભવાયો

મંગળવારે સવારે ભારત અને ચીનની બોર્ડર પર ભૂકંપના આંચક અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મંગળવારે સવારે 5.15 વાગે ભારત અને ચીનની બોર્ડર પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભારત-ચીન બોર્ડર પર 4.5 તીવ્રતાનો આંચકો અનુભવાયો

નવી દિલ્હી: મંગળવારે સવારે ભારત અને ચીનની બોર્ડર પર ભૂકંપના આંચક અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મંગળવારે સવારે 5.15 વાગે ભારત અને ચીનની બોર્ડર પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના અનુસાર ભૂકંપ ધરતીથી 10 કિલોમીટરની ઉંડાઇએ આવ્યો હતો. આ ભૂકંપના લીધે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

તમને જણાવી દઇએ કે સોમવારે જ જાપાનના ઓસાકામાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પ્રમાણે 6.1ની તીવ્રતાવાળા આ ભૂકંપમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા. જાપાનના પ્રસારક એનએચકેના અનુસાર મૃતકોમાં નવ વર્ષની બાળકી અને બે પુરૂષ છે. જાપાન એજન્સી (જેએમએ)ના ભૂકંપના આંચકા સવારે 7.58 પર અનુભવાયા અને તેનું કેંદ્રબિંદુ ઓસાકા પ્રાંતના હોન્શૂ હતું. 

— IMD-Earthquake (@IMD_Earthquake) June 19, 2018

જોકે સુનામીને લઇને કોઇ ચેતાવણી જાહેર કરવામાં આવી નથી. ભૂકંપથી ઓસાકા અને તાકાત્સુકીમાં ઘણી બિલ્ડીંગો ધરાશાઇ થઇ ગઇ છે. ઓસાકા, શિગા, ક્યોતો અને નારામાં હાઇસ્પીડ બુલેટ ટ્રેન અને સ્થાનિક રેલ સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે. 

વહિવટી તંત્રનું કહેવું છે કે ભૂકંપથી ક્ષેત્રમાં 15માંથી કોઇપણ પરમાણુ રિએક્ટર પ્રભાવિત થયું નથી. જાપાન સરકારે ભૂકંપ સંબંધિત માહિતીઓ એકત્રિત કરવા માટે એક ટાસ્કફોર્સની રચના કરી છે. એનએચકેના અનુસાર ભૂકંપ બાદ ઓસાકામાં લગભગ 17,000 ઘરોમાં વિજળી ઠપ્પ થઇ ગઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news