આ ગામના જમાઈ હતા રાવણ, પુત્રવધુઓ કાઢે છે લાજ, નવદંપતિ રાવણની પૂજા બાદ કરે છે ગૃહપ્રવેશ
દેશના વિવિધ ભાગમાં મંગળવારે દશેરા પ્રસંગે રાવણના પુતળાનું દહન કરવામાં આવશે, પરંતુ મધ્યપ્રદેશમાં એવા અનેક ગામડા છે જ્યાં રાવણનું દહન નહીં પરંતુ તેની પૂજા કરવામાં આવે છે.
Trending Photos
ભોપાલઃ દેશના વિવિધ ભાગમાં મંગળવારે દશેરા પ્રસંગે રાવણના પુતળાનું દહન કરવામાં આવશે, પરંતુ મધ્યપ્રદેશમાં એવા અનેક ગામડા છે જ્યાં રાવણનું દહન નહીં પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. મંદસોરમાં તો લોકો રાવણને પોતાના વિસ્તારનો જમાઈ માને છે અને તેની પૂજા કરે છે. અહીંની પુત્રવધુઓ રાવણની પ્રતિમા સામે લાજ કાઢે છે.
મંદસોર જિલ્લાને રાવણનું સાસરું માનવામાં આવે છે, એટલે કે તેની પત્ની મંદોદરીનું પિયર. ભૂતકાળમાં આ જિલ્લો દેશપુર નામથી ઓળખાતો હતો. અહીંના ખાનપુરા વિસ્તારમાં રૂન્ડી નામનું એક સ્થાન છે જ્યાં રાવણની 10 માથાળી પ્રતિમા છે.
સ્થાનિક લોકોના અનુસાર દશેરાના દિવસે અહીંના નામદેવ સમાજના લોકો રાવણની પ્રતિમા સામે ઉભા રહીને પૂજા-અર્ચના કરે છે. ત્યાર પછી રામ અને રાવણની સેનાઓ નિકળે છે. રાવણના વધ પહેલાં લોકો રાવણ સામે ઊભા રહીને માફી માગે છે. લોકો કહે છે, 'તમે સીતાનું અપહરણ કર્યું હતું, આથી રામની સેના તમારો વધ કરવા આવી છે.' ત્યાર પછી પ્રતિમાના સ્થળે અંધકાર છવાઈ જાય છે અને પછી અજવાળું થતાં જ રામ સેના ઉત્સવ મનાવા લાગે છે.
આ જ રીતે વિદિશા જિલ્લાના નટેરન તાલુકામાં પણ રાવણ ગામમાં રાવણની પૂજા કરાય છે. આ ગામના લોકો રાવણને બાબા કહીને પૂજે છે. અહીં તેની મૂર્તિ પણ છે અને કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં રાવણની પ્રતિમાની પૂજા કરાય છે. માન્યતા છે કે, રાવણની પૂજા વગર કોઈ કામ સફળ થતું નથી. આટલું જ નહીં, નવદંપતિ પણ રાવણની પૂજા પછી જ ગૃહપ્રવેશ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે